Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

રાજકોટના માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓને ગ્રેચ્‍યુઇટી ચુકવવા આદેશ

રાજકોટ, તા.૫: ગુજરાત સરકારશ્રીના માર્ગ અને મકાન - ગાંધીનગરના તાબા હેઠળની રાજકોટની કચેરીઓ (૧) કાર્યપાલક ઇજનેરશ્રી, શહેર (મકાન) પેટા વિભાગ, વિભાગ, ડો.યાજ્ઞીક રોડ, રાજકુમાર કોલેજ સામે, રાજકોટમાં માધુભાઇ ખીમાભાઇ ચાવડા. રોજમદાર મજુર તરીકે તા.૧-૮-૧૯૯૧થી નોકરીમાં દાખલ થયેલ. કર્મચારી તા.૩૧-૫-૨૦૦૬ના રોજ નિવૃત થયેલા. સંસ્‍થાએ કુલ ૨૪ વર્ષના સમયગાળાા મળવાપાત્ર હક્ક હિસ્‍સાઓ ચુકવેલ હતાં પરંતુ  મળવાપાત્ર હક્ક હિસ્‍સાઓ ચુકવેલ હતાં પરંતુ મળવાપાત્ર ગ્રેચ્‍યુઇટી રકમ, વ્‍યાજ, ઓછા ચુકવતા અનેક વખત રૂબરૂ સંસ્‍થા પાસે માંગણીઓ કરવા છતાં ના ચુકવતા ના છુટકે ગ્રેચ્‍યુઇટી ચુકવણી અધિનિય - ૧૯૭૨ હેઠળ નિયંત્રણ અધિકારીશ્રી, અને મદદનીશ શ્રમ આયુકતશ્રી રાજકોટ સમક્ષ કર્મચારીએ નમુનો ‘એન' માં અરજી કરી સામાવાળાઓ પાસેથી ગ્રેચ્‍યુઇટીની રકમ, વ્‍યાજની છઠ્ઠા પગાર પંચના પગાર તફાવતની રકમ અને વ્‍યાજની રકમ મેળવવા શ્રી આર.પી.શાહ, પ્રતિનિધિ, મારફત, ગ્રેચ્‍યુઇટી કેસથી દાદ માંગેલ.

નિયંત્રણ અધિકારીશ્રી, રાજકોટે ઉપરોકત બંને પક્ષકારોની રજુઆતો, લેખીત તથા મૌખિક દલીલો અને રજુ થયેલા આધાર પુરાવાઓ, દસ્‍તાવેજોને આધારે ગ્રેચ્‍યુઇટી ચુકવણી અધિનિયમ-૧૯૭૨ એકટજી જોગવાઇઓના આધારે કામદારોની તરફેણમાં ફોર્મ ‘આર' (નિયમ-૧૬) ગ્રેચ્‍યુઇટી રકમ ચુકવવા માટેની નોટીસથી તા.૧૮-૨-૨૦૨૧ના રોજ કર્મચારી શ્રી માધુભાઇ ખીમાભાઇ ચાવડાને ૨૪ વર્ષની કુલ મળવાપાત્ર ગ્રેચ્‍યુઇટી, બાદ સંસ્‍થાએ ચુકવેલ ગ્રેચ્‍યુઇટી બાદ બાકી રહેતી ગ્રેચ્‍યુઇટી રકમ ઉપર ૧-૭-૦૬ થી ૭-૬-૧૦ સુધીનું ૧૦ ટકા લેખે કુલ બાકી રહેતા વ્‍યાજની રકમ ચુકવવી. અને તેમની બાકી પગાર તફાવતની લ્‍હેણી નીકળતી ગ્રેચ્‍યુઇટીની રકમ રૂા.૯,૬૦૯/ તા.૮-૬-૨૦૧૦થી જે તારીખે ગ્રેચ્‍યુઇટીની રકમ ચુકવવામાં આવે ત્‍યાં સુધીના સમયગાળા માટે ૧૦% ટકા લેખે સાદા વ્‍યાજ સહીત કલમ-૮ની જોગવાઇ મુજબ દિન-૩૦માં કર્મચારીને ચુકવવાનો આદેશ/હુકમ નિયંત્રણ અધિકારીશ્રી, રાજકોટે કર્મચારીની તરફેણમાં ફરીથી પગાર તફાવતનો, વ્‍યાજનો, મહત્‍વનો ચુકાદો આપેલ છે.

(4:54 pm IST)