Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કર્ફયુમાં પ્રેમ મંદિર પાસે આવાસના કવાર્ટરના ગ્રાઉન્‍ડમાં વોલીબોલ રમતા નવ પકડાયા

યુનિવર્સિટી પોલીસે ૯ સામે કર્ફયુ ભંગની કાર્યવાહી કરી

રાજકોટ,તા. ૫: કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસે આર.એન્‍ડ બી આવાસ યોજના કવાર્ટરના ગ્રાઉન્‍ડમાં વોલીબોલ રસી કર્ફયુ ભંગ કરનારા નવ વ્‍યકિતને પકડી લીધા હતા.

કોરોના મહામારી અંતર્ગત રાત્રી કર્ફયુનુ ચુસ્‍ત પાલન કરાવી રહી છે. ત્‍યારે ગઇ કાલે યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ. યુવરાજસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્‍યારે પ્રેમ મંદિર પાસે આવેલા આર.એન્‍ડ બી. આવાસ યોજના કવાટરમાં ખુલ્લા પટ્ટમાં વોલીબેલ રમતા હિતેન્‍દ્રસિંહ ભાવસિંહ જાડેજા, જયરાજસિંહ મંગળસિંહ ઝાલા, પુષ્‍પરાજસિંહ રામદેવસિંહ ગોહિલ, સાગર પ્રવિણભાઇ જોગરાજીયા, વિવેકા કાંતીભાઇ વાસલીયા, દેવેન્‍દ્રસિંહ  સુરેશભાઇ ડોડીયા, વિશ્વજીતસિંહ ઉર્ફે બ્રીજરાજસિંહ, મહેન્‍દ્રસિંહ રાણા, રાજદીપસિંહ કિશોરસિંહ ચુડાસમા અને ક્રિપાલસિંહ બહાદુરસિંહ રાઠોડને પકડી લઇ કર્ફયુ ભંગ અંગેની કાર્યવાહી કરી હતી.

(4:55 pm IST)