Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

નવા ગામ પાસે રહેતા ઉમીબેન રાઠોડ દસ દીવસથી લાપતા

પતિ દારૂ પી ત્રાસ આપતા બહેને ઘર છોડયાનો ભાઇનો આક્ષેપ

રાજકોટ, તા.૫: શહેરના નવા ગામમાં રહેતી મહિલા પોતાના ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા તેના ભાઇએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુમની નોંધ થઇ છે.

મળતી વિગત મુજબ મોટી મારડ ગામમાં રહેતા ભાવીનભાઇ રવજીભાઇ રાઠોડે કુવાડવા રોડ પોલીસ મથકમાં કરેલ અરજીમાં જણાવ્‍યુ છે કે, પોતાની બહેન ઉમીબેનના લગ્ન પડધરીના નવધણ બચુભાઇ નગાણી સાથે થયા હતા તેને સંતાનમાં બે દીકરી અને બે દીકરા છે. તેમાં એક દીકરી સુરદાસ છે તે પતિ અને બાળકો સાથે છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ નવાગામ પુલ પાસે રહે છે. તે ગત તા.૨૭-૩ના રોજ પોતાના ઘરેથી નીકળ્‍યા બાદ પરત ન આવતા સગા સંબંધી તથા અન્‍ય સ્‍થળોએ તપાસ કરી હતી પરંતુ ઉમીબેનનો કોઇ પતો ન લાગતા કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉમીબેનને તેનો પતિ નવધણ દારૂ પીને અવારનવાર મારકુટ કરતો હતો અને શંકા કરી ત્રાસ આપતા તે ઘરેથી જતા રહયા હોવાનો તેના ભાઇ ભાવીનભાઇ રાઠોડે આક્ષેપ કર્યો છે.

(4:56 pm IST)