Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ચેઈન ખેંચવામાં માસ્‍ટર વૈભવ રાજકોટમાં કોન્‍ટ્રાક્‍ટ તરીકે અને મિરાજે એક ડઝન જાણીતી ટીવી સિરિયલમાં ભૂમિકા ભજવી છે

ક્રિકેટ સટ્ટામાં મોટી રકમ હારી જતા મૂળ જૂનાગઢ પંથકના બે સુશિક્ષત? અને સારી કારકિર્દી છોડી ગુન્‍હાના રસ્‍તે ભટકી ગયા : સુરત પીઆઇ જે.પી.જાડેજા ટીમને પોલીસ કમિશનર અજય તોમર અને સેકટર વડાના માર્ગદર્શનમાં સફળતા, ‘અકિલા' સમક્ષ એડી.પોલીસ કમિશનર એચ.આર.મુલીયાણા રસપ્રદ કથા વર્ણવે છે

 રાજકોટ તા. ૫,  સુરતને ડ્રગ્‍સ ફ્રી બનાવવા માટે યુવાનીની ભૂમિકા ખૂબ મહત્‍વની હોવાથી યુવાનોને શરીર સારૂ રહે તે માટે અથાગ પ્રયત્‍નો પોલીસ કમિશનર તથા ટીમ દ્વારા ચાલે છે, યુવાનવયે અવડે રસ્‍તે ચડી ગયેલ યુવાનો અત્‍યારથીજ અટકી જાય તે માટે ચાલતી ઝુંબેશ દરમ્‍યાન સુરતની રાંદેર પોલીસની ટીમ દ્વારા બે   યુવાનો ઝડપાઇ ગયા છે,જેની કથની સાંભળી પોલીસ પણ ચકરાવે ચડી અને બુરી આદત તેજસ્‍વી યુવાનોને કેવી રીતે ગુન્‍હાના પથ અર્થાત્‌ પતન તરફ દોરી જાય છે, તેની કરુણીતંતા પ્રકાશમાં આવી હોવાનું સુરત એડી.પોલીસ કમિશનર એચ.આર.મુલીયાણાએ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

 ચેઈન સ્‍કેચિંગના વધતા બનાવો અંગે સુરત સીપી દ્વારા તમામ પોલીસ મથકોને ખાસ બેઠક બોલાવી સૂચના આપવા સાથે ચોક્કસ પ્રકારની ગાઈડ લાઈન આપી હતી, અને આવા બનાવ બનતા અટકે તે માટે માત્ર એસીપી કે ડીસીપી જ નહિ સેકટર વડાઓને પણ જાતે સુપરવિઝન ગોઠવવા જણાવેલ.                      

દરમિયાન રાંદેર પોલીસ મથકના પીઆઇ જે.પી.જાડેજા ટીમ દ્વારા બે આરોપીઓને ઝડપી લેવાયેલ. બન્ને યુવાનો હોવાથી સીપી અને એડી.સીપી. દ્વારા પૂછપરછમાં જાતે રસ લેવાયેલ.                                

પોકેટ કોપ આધારે પકડાયેલ યુવાન વૈભવ અને મિરાજ એક ડઝન જેટલા ચેઈન ખેચવાની ઘટનાના આરોપો નીકળી પડેલ. ચોરીના બાઈક પર નીકળતા આ યુવાનો મૂળ જૂનાગઢ પંથકના છે. વૈભવતો બીએસસી કેમેસર્ટીની ડિગ્રી અને મીરાજ પણ કોમર્સ ગ્રેજયુએટ છે. વૈભવ રાજકોટમાં રયા રોડ પર નાના મોટા કોન્‍ટેક્‍ટ રાખતો, જયારે મીરાજ ખૂબ જાણીતી સિરિયલોમાં નાની નાની ભૂમિકા ભજવી છે.એક પ્રકારે સ્‍ટ્રગ્‍લર કલાકાર હતો.

યોગાનુયોગ બન્ને મિત્રો ક્રિકેટમાં સટ્ટામાં હારી જતા બન્ને શું કરવું, તેની મુઝવણમાં સુરત ભેગા થયા,રસ્‍તા પર રેઢું પાડેલ બાઈક નજરે પડયું વાયરીંગ સાથે ચેડાં કરી ડાયરેક્‍ટ છેડા આપી ઉઠાવી,ચોરી બાઈક આધારે ચેઈન સ્‍કેચિગ શરૂ કરેલ, પરંતુ રાંદેર પીઆઇ જે.પી.જાડેજા ટીમની જાગળતિથી બંને ઝડપાઇ ગયા હતા. 

 

(4:57 pm IST)