Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

યુનિવર્સીટી રોડ પરના સ્પામાં પત્રકારના નામે તોડ કરવા આવેલી ટોળકી ઝડપાઇ

મસાજ પૂર્ણ થયા બાદ સોનાનો ચેન ચોરી થયાનું આરોપ મૂકી વિડિઓ શૂટિંગ ઉતારી મામલો પતાવવા માટે દોઢ લાખની માંગણી કરી : જયરાજ , રવિ, માયુસ પાંખનીય ગૌતમ દેથરીયા સંજય મકવાણા,સુરેશ પાડલીયાની ગાંધીગ્રામ પોલીસે પૂછપરછ આદરી

રાજકોટ : શહેરના 150 ફૂટ રિંગ રોડ રૈયા ચોકડી પાસે સોમનાથ શેરી ન, 2માં રહેતા અને યુનિવર્સીટી રોડ પટેલ વિહાર રેસ્ટોરન્ટની બાજુમાં જશ ડોગની ઉપર બીજામાળે આવેલ અરિવા વેલેનેન્સ એન્ડ હેલ્થ કેર સ્પા નામે મસાજ પાર્લર ચલાવતા સંજયભાઈ ટીકારામભાઇ સોની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે કે જેમાં આરોપી જયરાજ અને રવિ મસાજ કરાવવા માટે આવ્યા હતા, મસાજ પૂર્ણ થયા બાદ જયરાજે પોતાનો સોનાનો ચેન ચોરાયો હોવાનું જણાવી મયુર તથા ગૌતમને બોલાવ્યા હતા, અને સ્પા સંચાલકને આ મૅટર પતાવવી હોય તો દોઢ લાખ રૂપિયા થશે તેમ જણાવ્યુ હતું

સ્પા સંચાલકે તેને પૈસાની વ્યવસ્થા નહીં હોવાનું જણાવતા સંજય અને સુરેશને બોલાવ્યા હતા અને સ્પા નો વિડિઓ શૂટિંગ કરીને  છ શખ્સોએ જો પૈસા નહિ આપે તો વિડિઓ વાયરલ કરીને પોલીસ ફરિયાદ કરવાની તથા સ્પા બંધ કરાવી દેવાની ધમકી આપી હતી આ મામલો ગાંધીગ્રામ પોલીસમાં પહોંચતા ગાંધીગ્રામ પોલીસેએ ટોળકીની પૂછપરછ હાથ ધરી છે

 પોલીસ તપાસ દરમિયાન આ છયે શખ્શો પૈસા પડાવવા માટે આવ્યા હોવાનું જણાતા પોલીસે છ શખ્શો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે

(11:08 pm IST)