Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ રાજકોટ શહેરની શ્રેષ્‍ઠ કામગીરી : હેલીયર્સ કોપર્સ જેવા ગંભીર પ્રકારના ગુન્‍હામાં નાશતા ફરતા આરોપી તથા ભોગ બનનાર સગીર વયની દિકરીને શોધી કાઢી : અનડિટેકટેડ ગુનાની ગુથ્‍થી સુલજાવી દીધી

રાજકોટ : હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ રાજકોટ શહેરની શ્રેષ્‍ઠ કામગીરી કરી હતી.  હેલીયર્સ કોપર્સ જેવા ગંભીર પ્રકારના ગુન્‍હામાં નાશતા ફરતા આરોપી તથા ભોગ બનનાર સગીર વયની દિકરીને શોધી કાઢી હતી. અને  અડીકેટ ગુનાની ગુથ્‍થી  પણ સુલજાવી દીધી.

વિગતવાર માહિતી પ્રમાણ રાજકોટ શહેરના મ્હે. પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન- શ્રી પ્રવીણકુમાર મીણા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન- શ્રી મનોહરસિંહ જાડેજા નાઓ તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ડી.વી.બસીયા સા. રાજકોટ શહેરનાઓએ રાજકોટ શહેર થોરાળા પો.સ્ટે ગુ..નં.૧૧૨૦૮૦૫૬૨૦ ૧૪૩૦/૨૦૨૦ 100 કલમ- આઇપીસી કલમ ૩૬૩,૩૬૬ મુજબનો ગુન્હો તા.૦૬/૧૦/૨૦૨૦ ના કલાક ૨૩/૩૦ થી તા.૦૭/૧૦/૨૦૨૦ ના કલાક ૦૫/3 વાગ્યાના અરસામા બનેલ હોય અને તા.૦૯/૧૦/૨૦૨૦ ના કલાક ૧૩/૪૫ વાગ્યે જાહેર થયેલ છે

કામના ફરીયાદી સુરેશભાઇ સવજીભાઇ સાકરીયા જાતે.તળપદા કોળી ..૪૪ ધંધો.ડ્રાઈવીંગ રહે. રાજકોટ શહેર સંત કબીર રોડ કનકનગર શેરી નંબર-ખોડીયાર કૃપામકાનની બાજુમાં મો.નં. ૯૯૦૯૪ ૦00૫૩૩/૯૮૨૪૭ ૩૩૭૬૯ વાળાએ પોતાની ફરીયાદ હકિકત જાહેર કરેલ કે કામના આરોપીએ પોતાની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાથી ભગાડીને લઇ જઇ ગુન્હો કરેલ હતો.જે બાબતે પ્રાથમીક તપાસ થોરાળા

પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી જી.એમ.હડીયા સા.નાઓએ કરેલ અને તપાસ બાબતે નામદાર હાઇકોર્ટમાં ફરીયાદી શ્રીએ હેબીયર્સ કોપર્સ દાખલ કરાવેલ.

જે હેબીયર્સ કોપર્સ નામદાર હાઇકોર્ટમાં ચાલતી હતી.ત્યારબાદ તા.૦૮/૦૩/૨૦૨૧ ના રોજ નામદાર કોર્ટના આદેશ મુજબ તપાસ એન્ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનીટને સોંપવામાં આવેલ.આ તપાસ ખુબજ પેચીદી અને ગુંચવણભરી રહેલ હોય અને સદરહુ તપાસ થોરાળા પોલીસ સ્ટેશનથી ખુબ જ જઝપથી ડીઠેક્ટ થાય જે હેતુથી વધુ તપાસ અર્થે તપાસ અમોને મળેલ હોય અને અરોપીની હકિકતો રાજસ્થાન રાજ્યમા હોવાની હકીકતો મળેલ. જેની રાજસ્થાન જઇ ત્યા રોકાય ખરાઇ કરવામા આવેલ પંરતુ આરોપી તથા ભોગબનનાર વીશે કોઇ ફળદાયક પરીણામ મળેલ નહી.ત્યારબાદ કેશમાં આરોપી ખુબ જ સાતીર હોય અને પોલીસથી બચવા અનેક યુક્તિ પ્રયુક્તી વાપરતો હોય કેશ ખુબ ગુચંવણ ભરેલ બની ગયેલ. બાબતે અનેક જગ્યાએ અને અનેક શહેરોમા તપાસ કરવામા આવેલ. પરંતુ સફળતા મળેલ નહી.આમ છતા હિંમત હાર્યા વગર કેશની ખંતપુર્વક તપાસ ચાલુ રાખવામા આવેલ. તપાસ દરમ્યાન પોલીસને સમગ્ર ટીમને ખુબજ મુશ્કેલીઓ પડેલ. ત્‍યારબાદ મદદનીશ પોલીસ કમીશનર ડી.વી. બસીયા જરૂરી માર્ગદર્શન તેમજ હિંમત આપેલ અને અમોને કેશ સોલ્‍વ કરવા માટે અમુક ટોપીક ઉપર તેઓના વિશાળ અનુભવ મુજબ સુચના કરેલ. જે સુચનાનો અમલ કરવા તથા ટેકનીકલ મદદમેળવી અને હ્યુમન ઇટેલીજન્‍સનો ઉપયોગ કરી સૌ પ્રથમ આરોપીનો ફુલપૂફ ડેટા તૈયાર કરવામાં આવેલ.

ત્યારબાદ કામનો આરોપી વીજય ધીરુભાઇ મેર પોતે સાતીર દીમાગનો હોય જેને તેના એક ખુબ જ જુનો મિત્ર કમલેશ મહેતાની મદદથી રાજસ્થાન જતો રહેલ.અને સમય દરમ્યાન પોતે ભોગબનનાર સાથે જસવંતગઢ ગામ રાજસ્થાન ખાતે રહેવા જતો રહેલ ત્યા આશરે બે મહીના રહી ત્યારબાદ કમલેશ મહેતાની મદદથી આટકોટ શહેર ખાતે પરત આવી કમલેશ મહેતાનુ બીજુ ઘર કે જે આટકોટમા છે. ત્યા એકાદ મહીનો રહેલ.ત્યારબાદ આટકોટથી જુનાગઢ પાસે આવેલ બીલખા ગામ ખાતે આરોપી તથા ભોગબનનાર જતા રહેલ જ્યા બન્ને સાડી બાંધવાનુ કામ કરી ગુજરાન ચલાવતા હતા. આમ અનેક યુક્તી પ્રયુક્તી વાપરી અમો પો.બસ. ઇન્‍સે. એમ. એસ.અંસારી તથા અમારી ટીમના પો. હેડ કોન્‍સ. બકુલભાઇ વાઘેલા તથા મહિલા પો. કોન્‍સ સોનાબેન મુળીયા તથા ભુમિકાબેન ઠાકર નાઓએ આ કેશ સોલ્‍વ કરવામાં

ખુબ જ હીમત અને ધૈર્ય પૂર્વક કામગીરી કરી આજરોજ તા.૦૫/૦૪/૨૦૨૧ ના સાંજના આરોપી તથા ભોગબનનાર ને જુનાગઢ ના બીલખા ગામેથી શોધી કાઢેલ અને આશરે પાંચેક માસથી અંડીટેક્ટ ગુનાને શોધી કાઢી અને ફરીયાદી શ્રી સુરેશભાઇને તેમની દીકરી પરત મેળવી આપી એક માનવતાનુ ઉમદા ઉદાહરણ રાજકોટ શહેર પોલીસે પુરૂ પાડેલ છે. આ કામે આગળની તપાસ પોલીસ ઇન્સપેક્ટર શ્રી થોરાળા પો.સ્ટે.નાઓ ને સોંપવામાં આવેલ છે,

આરોપી:- વિજય ધીરૂભાઇ મેર ઉ.વ-૩૦ રહે. કનક નગર શેરી નં-૫ સંતકબીર રોડ રાજકોટ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :- રાજકોટ શહેર એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના પો.સબ.ઇન્સ એમ.એસ.અંસારી તથા પો.હેડ.કોન્સ બકુલભાઇ તથા મહીલા પો.કોન્સ. સોનાબેન મુળીયા તથા મહીલા પો.કોન્સ. ભુમીકાબેન ઠાકર, પોકોન્સ મહમદઅજરૂદીનભાઇ નાઓ દ્રારા કામગીરી કરવામા આવેલ છે.

(11:07 pm IST)