Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

૧પ વોર્ડના કોર્પોરેટરોની વોર્ડ કમીટીઓ રચાઇ

દરેક વોર્ડમાં વિકાસ કામોની મંજુરી માટે : વોર્ડ નં. ૧પ માં કોંગી કોર્પોરેટરોની કમીટી નહી રચવામાં આવતા અનેક તર્ક-વિતર્કો : વોર્ડ નં. ૭ અને ૧૭માં કોરમનાં અભાવે કમીટીની રચના ન થઇ શકી

રાજકોટ તા. ૪ :.. શહેરનાં દરેક વોર્ડમાં કોર્પોરેટરો પોતે વિકાસકામો સુચવીને મંજૂરી આપે તે માટે અમલી બનાવાયેલ મ.ન.પા.ની વોર્ડ કમીટીઓની રચના આજે સવારે કરવામાં આવી હતી. જેમાં ૧૮ વોર્ડ પૈકી વોર્ડ નં. ૧પ માં કોંગી કોર્પોરેટરોની કમીટીની રચના થઇ ન હતી. આથી આ બાબતે અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે.

જયારે વોર્ડ નં. ૭ અને ૧૭ નાં કોર્પોરેટરો બીમારી સબળ ગેરહાજર રહેતા કોરમનાં અભાવે આ બે બોર્ડની કમીટી પણ રચાઇ શકી ન હતી. આમ આજે ૧૮ માંથી ૧પ વોર્ડમાં જ 'વોર્ડ કમીટી' રચવામાં આવેલ.

આ અંગે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલની યાદી જણાવાયા મુજબ રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલ નિયમોને આધીન રહીને, ધી જી.પી.એમ.સી. એકટની કલમ મુજબ ૨૯(ક) હેઠળ વોર્ડ સમિતિની રચના કરવાની થાય છે. તા.૧૨/૦૩/૨૦૨૧ થી નવા બોર્ડની રચના થઇ ગયેલ છે. જેથી વોર્ડ કમિટીની રચના માટે આજ તા.૦૪ના રોજ સવારે ૧૦ કલાકે જે તે વોર્ડની વોર્ડ ઓફિસે વોર્ડ કમિટીની રચના માટે મીટિંગ બોલાવવામાં આવેલ છે.

વોર્ડ કમિટીમાં જે તે વોર્ડના કોર્પોરેટરો સભ્ય તરીકે હોય છે. આ કમિટીના સભ્ય દ્વારા કોઇપણ એક સભ્યની ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવે છે. આજરોજ યોજાયેલ આ મીટીંગમાં જુદા જુદા વોર્ડના જેમ કે, વોર્ડ નં.૦૧માં શ્રીમતી દુર્ગાબા જયદીપસિંહ જાડેજા, વોર્ડ નં.૦૨માં શ્રીમતી મીનાબા અજયસિંહ જાડેજા, વોર્ડ નં.૦૩માં શ્રીમતી અલ્પાબેન દીપકભાઈ દવે, વોર્ડ નં.૦૪માં શ્રી કાળુભાઈ દેવદાનભાઈ કુગસિયા, વોર્ડ નં.૦૫માં શ્રી હાર્દિકભાઈ પ્રહલાદભાઈ ગોહિલ, વોર્ડ નં.૦૬માં શ્રી પરેશભાઈ રમેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૦૮માં શ્રી બિપીનકુમાર નાથાભાઈ બેરા, વોર્ડ નં.૦૯માં શ્રીમતી આશાબેન રાજીવભાઈ ઉપાધ્યાય, વોર્ડ નં.૧૦માં શ્રી નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, વોર્ડ નં.૧૧માં શ્રી રણજીતભાઇ જેઠાભાઈ સાગઠીયા, વોર્ડ નં.૧૨માં શ્રી મગનભાઈ હંસરાજભાઈ સોરઠીયા, વોર્ડ નં.૧૩માં શ્રીમતી સોનલબેન જીતેન્દ્રભાઈ સેલારા, વોર્ડ નં.૧૪માં શ્રી નિલેશભાઈ બાબુભાઈ જલુ, વોર્ડ નં.૧૬માં શ્રી સુરેશભાઈ હીરાભાઈ વસોયા, વોર્ડ નં.૧૮માં શ્રી સંદીપભાઈ નરસિંહભાઈ ગાજીપરા વિગેરેને વોર્ડ કમીટીના ચેરમેન તરીકેની વરણી કરવામાં આવેલ છે. જયારે  વોર્ડ નં.૦૭ તથા ૧૭માં કોરમના અભાવે મીટિંગ મુલત્વી રહેલ છે.

આમ આજ રોજ વોર્ડ કમિટીના નિયુકત થયેલ ચેરમેનશ્રીઓને મેયર ડૉ. પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે શુભેચ્છા પાઠવેલ હતી.

વોર્ડ કમીટી ચેરમેનશ્રીની નામાવલી

૧.  શ્રીમતી દુર્ગાબા જયદીપસિંહ જાડેજા

ર.  શ્રીમતી મીનાબા અજયસિંહ જાડેજા

૩.  શ્રીમતી અલ્પાબેન દીપકભાઇ દવે

૪.  શ્રી કાળુભાઇ દેવદાનભાઇ કુગસીયા

પ.  શ્રી હાર્દિકભાઇ પ્રહલાદભાઇ ગોહીલ

૬.  શ્રી પરેશભાઇ રમેશભાઇ પીપળીયા

૭.   રચના બાકી

૮.  શ્રી બીપીનકુમાર નાથાભાઇ બેરા

૯.  શ્રીમતી આશાબેન રાજીવભાઇ ઉપાધ્યાય

૧૦. શ્રી નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા

૧૧. શ્રી રણજીતભાઇ જેઠાભાઇ સાગઠીયા

૧ર. શ્રી મગનભાઇ હંસરાજભાઇ સોરઠીયા

૧૩. શ્રીમતી સોનલબેન જીતેન્દ્રભાઇ સેલારા

૧૪. શ્રી નિલેશભાઇ બાબુભાઇ જલુ

૧પ. રચના બાકી

૧૬. શ્રી સુરેશભાઇ હીરાભાઇ વસોયા

૧૭. રચના બાકી

૧૮. શ્રી સંદીપભાઇ નરસિંહભાઇ ગાજીપરા

(4:12 pm IST)
  • સુપ્રિમ કોર્ટે કોરોના કાળમાં અબજા રૂપિયાના સેન્ટ્રલવિસ્ટા પ્રોજેકટનું કામ રોકવાની માંગણી કરતી જાહેર હિતની રીટ પીટીશન ઉપર સુનાવણી હાથ ધરવા હા પાડી છે access_time 12:00 pm IST

  • બંગાળના CM બન્યા બાદ તરત મમતા બેનર્જીની કોરોના પર મોટી બેઠક : લાગુ પાડ્યાં નવા પ્રતિબંધો : આવતીકાલથી લોકલ ટ્રેન બંધ રાખવાનો નિર્ણય : શોપિંગ કોમ્પલેક્સ, જિમ, સિનેમા હોલ, બ્યુર પાર્લર, પૂલ બંધ access_time 11:53 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોના ધીમે ધીમે શાંત પડી ગયો છે, ૨૪ કલાકમાં નવા ૫૧ હજાર કેસ નોંધાયા કર્ણાટકમાં મોટો વિસ્ફોટ ૪૪ હજાર નવા કેસ: કેરળમાં ૩૭ હજાર: યુપીમાં ૨૫ હજાર: તામિલનાડુમાં ૨૧ હજાર: બેંગ્લોર ૨૦ હજાર: આંધ્ર ૨૦ હજાર: દિલ્હી ૨૦ હજાર: પશ્ચિમ બંગાળ ૧૭ હજાર: રાજસ્થાન ૧૬ હજાર: છત્તીસગઢ ૧૫ હજાર: બિહાર ૧૪ હજાર: હરિયાણા ૧૪ હજાર: ગુજરાત ૧૩ હજાર: અને મધ્યપ્રદેશમાં ૧૨ હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા: મહારાષ્ટ્રના પૂણેમાં ૮ હજાર: મુંબઈમાં ૨૫૦૦, જ્યારે અમદાવાદમાં ૪૬૯૩, સુરત ૧૨૧૪, રાજકોટ ૫૯૩ અને વડોદરા ૫૬૩ નવા કેસ સવાર સુધીમાં નોંધાયા છે access_time 10:51 am IST