Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

સીટી બસમાં ૧૧ ખુદાબક્ષો ઝડપાયાઃ પંદરસોનો દંડ

BRTS-સીટી બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ ર.૩૯ લાખનો દંડઃ સીટી બસના ૧૪ કંડકટરો કાયમી સસ્‍પેન્‍ડઃ છેલ્લા અઠવાડીયામાં ૩.૪૪ લાખ મુસાફરોએ લાભ લીધો

રાજકોટ તા. પઃ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડે તા. રપ એપ્રિલથી ૧ મે સુધીમાં  કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૫ રૂટ પર ૯૦ સિટી બસ દ્વારા પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે . પરંતુ સિટી બસ અને બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતી બદલ રૂા. ર.૩૯ લાખની  પેનલ્‍ટી આપવામાં આવી છે અને ૧૪ કન્‍ડક્‍ટરને કાયમી અને ટેમ્‍પરરી ધોરણે ફરજ મુક્‍ત કર્યા છે. જયારે ૧૧ મુસાફરો સીટી બસમાં ટિકીટ વિનાના ઝડપાતા રૂા. ૧પ૦૦નો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા. રપ એપ્રિલથી ૧ મે  સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

સિટી બસની કામગીરી

જ્જ રાજકોટ રાજપથ લી. દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૬ રૂટ પર૯૧ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.

જ્જ સિટી બસ સેવા (RMTS) માં તા. રપ એપ્રિલ થી તા. ૧ મે દરમિયાન કુલ અંદાજીત ૧,૧ર.૮૦૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૯૬,ર૧૪ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.

જ્જ સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતિ બદલ કુલ ૬, ૧રપ કિ.મી.ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂા. ર,૧૪,૩૭પ ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે. ફેર કલેકશન કરતી એજન્‍સી અલ્‍ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂા. ર૮,૪૦૦/-ની પેનલ્‍ટી આપવામાં આવેલી છે.

જ્જ સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ ૧ર કંડકટરને ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ તથા ૦ર કંડકટરને કાયમી ધોરણે સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે.

જ્જ ચેકીંગ દરમિયાન કુલ ૧૧ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂા. ૧પ૦૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

BRTS બસ સેવા

બી.આર.ટી.એસ. બસ સેવામાં કુલ અંદાજીત ર૮,૯૦૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,પ૮,૪૬પ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં એકસ-મેન તથા સિકયુરીટી પુરા પાડતી એજન્‍સી રાજ સિકયુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂા. ૩,૪૧૦/- ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.

(3:27 pm IST)