Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

જિલ્લા પંચાયતની સામાજિક ન્‍યાય સમિતિ દ્વારા ૬પ લાખના કામો મંજુર

અધ્‍યક્ષ મોહનભાઇ દાફડાની અધ્‍યક્ષતામાં વિકાસયાત્રા

રાજકોટ તા. પ : જિલ્લા પંચાયતની જિલ્લા સામાજીક ન્‍યાય સમિતિની બેઠક સમિતિના અધ્‍યક્ષ મોહનભાઇ દાફડાની અધ્‍યક્ષતામાં સમિતિના સચિવ ડી.એમ.સાવરિયાની હાજરીમાં મળી હતી. જેમાં સમિતિના કાર્યક્ષેત્રમાં પેવર બ્‍લોક કંપાઉન્‍ડ વોલ, સ્‍નાનઘાટ નિર્માણ, કોઝવે વગેરેના રૂા. ૬પ લાખના કામોને બહાલી આપવામાં આવી હતી.
મોહનભાઇ દાફડાના જણાવ્‍યા મુજબ બેઠકમાં વર્ષ ર૦ર૧-રર ની આઠમાસીક પુરક બજેટમાં જીલ્‍લા સામાજીક ન્‍યાય નિધિ સદર હેઠળ રૂા.૬પ.૦૦ લાખની વધુ માંગણી કરવાની શરતે કામો મંજુર કરવામાં આવેલ હતા પરંતુ ગત વર્ષના પુરક બજેટમાં ફકત રૂા. પ.૦૦ લાખ ફાળવાયેલ હોય તે મીટીગમાં મંજુર કરવામાં આવેલ કામોમાં આંશીક ફેરફાર સાથે તેમજ નવી મળેલ દરખાસ્‍તો ધ્‍યાને લેતા ઉપર દરખાસ્‍ત ક્રમ નં.૧ થી ૪પ સુધીના તમામ કામો મંજુર કરવાનું તેમજ તે સીવાય બાકી રહેલ તમામ દરખાસ્‍તો ફાઇલ કરવાનું બેઠકમાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્‍યું હતુ઼ વિકાસ કામોમાં વિવિધ તાલુકાઓને આવરી લેવામાં આવ્‍યા છે.

 

(3:34 pm IST)