Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ગ્રોથ એકસપોનો શનિવારથી પ્રારંભ

(કેતન ખત્રી) અમદાવાદઃ તા.૭ના શનિવારે ગ્રોથ એકસપોનો ફોર્ચુન પાર્ક, જે.પી. ગ્રાન્‍ડ ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે શુભારંભ થશે. આ એક્ષ્પો એક બિઝનેસ અને ફ્રેન્‍ચાઈઝનો B2B શો છે.

આયોજક યશેશ શાહ આ ક્ષેત્રના અનુભવી બિઝનેસમેન છે. તેઓ જણાવે છે કે, ઉત્‍પાદકો, વ્‍યાપારીઓ અને રીટેઈલરોને સાંકળતી કડી રૂપ આ એક વિશિષ્‍ટ એકઝીબીશન છે. જેમાં ફુડ, શિક્ષણ, રીટેઈલ, આઈ.ટી., ફેશન, ફાઈનાન્‍સ, હેલ્‍થ, ફાર્મા, ઈલેકટ્રોનિકસ જેવા અનેક સેકટર ભાગ લઈ રહયા છે. નવો બિઝનેશ શરૂ કરવા આ એક વિશીષ્‍ટ પ્‍લેટફોર્મ હોવાનું જણાવેલ.

(3:34 pm IST)