Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

પક્ષીઓના માળા-પીવાના પાણીની કુંડી, રામપાતરનું વર્ષભર નિઃશુલ્‍ક વિતરણ

કરૂણા ફાઉન્‍ડેશન એનીમલ હેલ્‍પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, પૂ. નમ્રમુનિ મ.સા.ના આશીર્વાદથી

રાજકોટ તા.પઃ શ્રી કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, રાષ્‍ટ્રસંત યુગ દિવાકર પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓના માળા-પીવાના પાણીની કુંડી, રામપાતરનું છેલ્લા ઘણા વર્ષોથી, બારે મહિના નિશુલ્‍ક વિતરણ થઇ રહ્યું છે. ધોમધખતા તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતા હોય છે. તરસના લઇને તરફડતા હોય  છે. ગોૈમાતા, પશુ પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ-એનીમલ હેલ્‍પલાઇન તથા અર્હમ ગ્રુપના સંયુકત ઉપક્રમે સીમેન્‍ટની મોટી કુંડી જીવદયા પ્રેમીઓને બારે માસ મહિના વહેલા તે પહેલાના ધોરણે વિનામુલ્‍યે નિયમાનુસાર, વ્‍યકિત દિઠ એક કુંડી મળશે.  
કુંડા, માળા, કુંડી મેળવવા માટે મિતલ ખેતાણી ‘સત્‍યમ'-૩ ટાગોરનગર, સૌરાષ્‍ઁટ્ર  હાઇસ્‍કુલ સામે, કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટ અને ‘જનપથ'-ર તપોવન સોસાયટી, સરાઝા બેકરી પાસે, હોલિડે પ્‍લાઝા બિલ્‍ડિગની સામે, અ્‌ક્ષર માર્ગ મેઇન રોડ ખાતેથી રૂબરૂ લઇ જઇ શકાશે.
સમગ્ર આયોજન અંૅગે કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ- એનીમલ હેલ્‍પલાઇનના મિતલ ખેતાણી (૯૮૨૪૨૨૧૯૯૯) પ્રતિક રજનીભાઇ પટેલ, વિષ્‍ણુભાઇ ભરાડ અને અર્હમ યુવા સેવા ગ્રુપના તુષારભાઇ મહેતા (૯૦૬૭૭૧૨૨૪૪) સેતુરભાઇ દેસાઇ (૯૮૯૮૨૩૦૯૭૫), ચેતનભાઇ મહેતા (૯૮૭૯૦૯૪૪૨૬) તેજસભાઇ બાવીસી (૯૪૨૯૫૦૨૪૪૬), જીમ્‍મીભાઇ (૯૮૨૫૪ ૪૮૭૭૯),નિરવભાઇ અજમેરા (૯૮૨૪૩૭૨૧૯૦) તેમજ ટીમ જહેમત ઉઠાવી રહી છે.

 

(4:23 pm IST)