Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

રૂા. ૫૦ લાખનો ચેક પાછો ફરવાના કેસમાં પાટીદાર કારખાનેદારનો નિર્દોષ છૂટકારો ફરમાવતી અદાલત

પોલીસ અધિકારીની મદદથી કોરા ચેકો મેળવી ખોટો કેસ કરેલ હોવાની આરોપીની દલીલ માન્‍ય રહી

રાજકોટ તા. ૫ : સને- ર૦૧૭ માં ક્રાઈમ બ્રાંચ પી.એસ.આઈ. દ્વારા અરજીના કામે ધમકાવી લખાણ તથા કોરા ચેકો મેળવી રૂા. પ૦ લાખના ચેક રીર્ટનની કરાવેલ ફરીયાદના કામે કેસ ચાલી જતા અદાલતે પાટીદાર કારખાનેદાર મહેશ શીવાભાઈ ટીલારાને નિર્દોષ ઠરાવી છોડી મુકતા પોલીસની અરજીઓના આધારે કરવામાં આવતી કાર્યવાહીઓને ફરીવાર શંકાના દાયરામાં મુકી દીધેલ છે.

 આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના મવડી પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા મનીષ બાબુલાલ મહેતા દ્રારા રાજકોટની અદાલતમાં શિવમ મશીન ટુલ્‍સના નામથી કારખાનુ ધરાવતા પાટીદાર અગ્રણી મહેશ શીવાભાઈ ટીલારા વિરૂઘ્‍ધ ફરીયાદમાં એવો આક્ષેપ કરેલ કે, ફરીયાદી તથા આરોપી ઘણા વર્ષોથી મિત્રો હોય આરોપી દ્વારા પોતાના વિશાળ રીતે ફેલાયેલ ધંધામાં રકમની જરૂરીયાત હોવાનું જણાવી ફરીયાદી મનીષ મહેતાના મિત્ર મયુર ધાંધીયા મારફતે રૂા.પ૦,૦૦,૦૦૦ રોકડા લીધેલા જે રકમ સમયસર પરત ન આપતા ફરીયાદી તથા તેના મળતીયા મયુર ધાંધીયા દ્વારા જે-તે સમયે પોલીસ કમીશ્‍નરને અરજી કરેલી, જે અરજીની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાતા ક્રાઈમ બાંચના જે તે સમયના પી.એસ.આઈ. અતુલ સોનારા દ્રારા આરોપી મહેશ ટીલારાને ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્‍ટેશનમાં બોલાવી નિવેદન લઈ, અલગ અલગ ચેકો પોલીસની હાજરીમાં ફરીયાદી તથા તેના મળતીયાઓને અપાવેલ, જે ચેકો પૈકી રૂપિયા પ૦ લાખનો ચેક ફરીયાદી મનીષભાઈ બાબુલાલ મહેતાએ મેળવેલ હોય તે ચેક બેંકમાં જમા કરાવતા ‘સ્‍ટોપ પેમેન્‍ટ' ના કારણે પરત ફરતા મનીષ બાબુલાલ મહેતાએ રૂા. પ૦ લાખના ચેક રીર્ટનની ફરીયાદ રાજકોટની અદાલતમાં દાખલ કરેલ હતી.

બન્‍ને પક્ષકારોની દલીલોના અંતે અદાલત દ્વારા મનીષ બાબુલાલ મહેતાએ દાખલ કરેલ ફરીયાદ  કાયદાની પરીભાષા મુજબ ‘ફરીયાદ' જ ન હોય અને ક્ષતિયુકત ફરીયાદ હોય ત્‍યારે ફરીયાદી માત્ર ચેકનો ધારણકર્તા હોવાથી તેની તરફેણનું અનુમાન કરી સજા કરી શકાય નહી ખાસ કરીને જયારે ફરીયાદી પોતાની પાસે રૂપીયા પ૦ લાખ જેવી માતબર રકમ કયાંથી આવી તે દર્શાવી શકતા ન હોય ત્‍યારે આરોપી તરફે કરવામાં આવેલ ઉલટ તપાસ અને પુરાવા ઘ્‍યાને લઈ કારખાનેદાર મહેશ શીવાભાઈ ટીલારાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો ચુકાદો જાહેર કરેલ હતો. 

આ કામમાં આરોપી વતી ધારાશાસ્‍ત્રી તુષાર ગોકાણી, જયેન્‍દ્ર ગોંડલીયા, રીપન ગોકાણી, પરેશ પટોળીયા, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ,ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા રોકાયેલ છે

(3:38 pm IST)