Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

માસ્‍ટર ડિગ્રી કોર્ષમાં પ્રવેશની સાથે જ પ્‍લેસમેન્‍ટ ગીતાંજલી કોલેજનો નવતર અભિગમ

પાછલા વર્ષોમાં કેમ્‍પસ ઇન્‍ટરવ્‍યુ તથા મેગા જોબફેરના માધ્‍યમથી ૩૫ જેટલી કંપનીઓએ ૮૦૦ ઇન્‍ટરવ્‍યું લઇને ૨૬૫ વિદ્યાર્થીઓને કલાર્ક થી શરૂ કરી મેનેજર કક્ષા સુધી ૧ લાખ થી ૫ લાખના વાર્ષિક પેકેજમા ગીતાંજલી ગૃપના માધ્‍યમથી રોજગારી પુરી પાડવાનું અનુકરણીય કાર્ય કરવામાં આવ્‍યું

રાજકોટ : વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ ના મુખ્‍ય ધ્‍યેય સાથે કાર્ય પ્રવળત ગુજરાત સરકારની માન્‍યતા પ્રાપ્ત અને સૌરાષ્‍ટ્ર યુતિ, સંલગ્ન ગીતાંજલી કોલેજ દ્વારા ૨૦૨૨-૨૩ ના વર્ષને સ્‍વાવલંબી વર્ષ તરીકે ઘોષિત કર્યું છે તે અંર્તગત માસ્‍ટર ડિગ્રીમાં પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓને આર્થિક સ્‍વાવલંબન જવાબદારીની સમજણ વિકસિત થાય, સમયની બચત નો આર્થિક ઉર્પાજનમાં કેવી રીતે ઉપયોગ કરવો તેની આવડત-કૌશલ્‍ય વિકસિત થાય અને રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા મુખ્‍ય ઉદેશ સાથે આવનાર શૈક્ષણિકવર્ષનો પ્રારંભ કરવામાં આવશે જે અંર્તગર્ત ૨૦૨૨-૨૩ ના શૈક્ષણિક વર્ષમાં કોઈપણ માસ્‍ટર ડીગ્રીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને પ્રવેશની સાથેજ પ્‍લેસમેન્‍ટની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.
સંસ્‍થાના ચેરમેન શૈલેષજાનીએ જણાવ્‍યુ હતુ કે ગીતાંજલી કોલેજ વિધાર્થીઓના મહત્‍વને સમજે છે અને સ્‍વીકારે છે તથા વિદ્યાર્થીના વિકાસની ક્ષમતા અનુસાર ના વાતાવરણના નિર્માણનું ભગીરથ કાર્ય પૂર્ણ વર્ષ દરમ્‍યાન કરવામાં આવે છે. અને સંસ્‍થાના સંકુલમાં સતત ક કેમ્‍પસ ઈન્‍ટરવ્‍યુ જુદી જુદો કંપનીઓના ગોઠવવામાં આવે છે. આ આખી પ્રક્રિયાની વિશેષતાએ છે કે વિદ્યાર્થીઓ પાસેથી કે કંપનીઓ પાસેથી કોઈપણ પ્રકારની આર્થિક અપેક્ષા રાખવામા આવતી નથી.
ગીતાંજલી કોલેજનો વિદ્યાર્થી સમાજના મોભાદાર સ્‍થાન પર બિરાજમાન કરવાના તેમજ વિધ્‍યાર્થીઓ પરત્‍વેસંસ્‍થાના ઉતરદાયિત્‍વના ઉદેશથી જ માત્ર આ પ્રવૃતિને સતત અને કાયમી પ્રવળતિ તરીકે સ્‍વીકળત કરેલ છે. હોટલ ઈન્‍ડસ્‍ટ્રીઝ , બેકિંગ સેકટર, શેર બ્રોકીંગ સેકટર , રીટેઈલ બીઝનેશ જેવા વિવિધ સેકટરની ગણના પાત્ર કંપનીઓમાં કેમ્‍પસ ઈન્‍ટરવ્‍યુ તથા જોબ ફેર દ્વારા રોજગાર ગીતાંજલી દ્વારા પૂરી પાડવામાં આવે છે. અરજીથી શરૂ કરીને નીમણુક  પ્રાપ્ત કરવા સુધીની તમામ પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને તજજ્ઞો દ્વારા સતત તાલીમ પુરી પાડવામાં આવે છે. વર્તમાન પ્રવાહોની સાથે વિદ્યાર્થીઓ કદમમીલાવી શકે તે માટે સેમીનાર- તજજ્ઞોના વ્‍યાખ્‍યાન વગેરે જેવી પ્રવળતિઓ વિદ્યાર્થીના વ્‍યક્‍તિત્‍વ ઘડતરના ભાગ રૂપે સંસ્‍થાના કેમ્‍પસ પર કરવામાં આવે છે.
 શૈલેષજાનીએ વધુમાં જણાવ્‍યુ હતુ કે રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ , રાજકોટ મેનેજમેન્‍ટ એસોશીએશન , કચ્‍છ- સૌરાષ્‍ટ્ર -પ્રો. કાઉન્‍સીલ તથા સૌરાષ્‍ટ્ર ક્‍ચ્‍છ એચ. આર ફોરમ સાથે સંક્‍લન કરો આવનારા દિવસોમાં ઉદ્યોગોની જરૂરીયાત અનુસારના માનવશ્રમને તૈયાર કરવાનુ ગીતાંજલી કોલેજ અગ્રભુમિકા ભજવશે અને સંસ્‍થાકિય સામાજીક ઉતરદાયિત્‍વને નિભાવશે. સંસ્‍થા સંચાલક મંડળના આ ઉમદા વિચારને વ્‍યાપારી સંગઠનોએ સરાહના કરી હતી...
રાજકોટ શહેરમાં બિગબાઝાર , ક્રિસ્‍ટલ મોલ , રિલાયન્‍સ મોલ સાથે પણ સંસ્‍થાકિય જોડાણના માધ્‍યમથી યોગ્‍ય રોજગારીની તકોનુ સર્જન વિદ્યાર્થીઓ માટે સતત કરવામાં આવે છે. મોલ કલ્‍ચર માટેની સજજતા વિદ્યાર્થીઓમાં કેળવાય ત ેપ્રકારના વિવિધ આયામો સંસ્‍થા ખાતે સતત કરવામાં આવતા હોવાનુ નિયામકશ્રી એ જણાવ્‍યુ હતું.
 ગીતાંજલી કોલેજ પ્‍લેસમેન્‍ટ સેલમાં સંસ્‍થાના કેમ્‍પસ ડિરેક્‍ટર  નિલેષ રાવલના માર્ગદર્શનમાં ડો. ઉદય લાખાણી, ડો. જયેશ નારોલા, પ્રો.હિતેષ લુણસીયા, પ્રો. નિરજ ચૌહાણ દ્વારા કેમ્‍પસ ઈન્‍ટરવ્‍યુની સતત વ્‍યવસ્‍થા સંસ્‍થાના સંકુલમાં કરવામાં આવે છે

 

(3:47 pm IST)