Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

સાંજે ડો. તોગડિયા રાજકોટમાં: કાર્યકરો સાથે મુલાકાત

રાજકોટ તા. પ : આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો.પ્રવિણભાઇ તોગડિયા અહીંની મુલાકાતે આવી રહ્યા છે. આજે ગુરૂવારે સાંજે ૬ વાગ્‍યે તેઓ ગઢડાથી રાજકોટ આવી પહોંચશે. બેડીપરા પટેલવાડીની બાજુમાં એડવોકેટ ધર્મેશ સોલંકીની ઓફીસે તેમનુ સ્‍વાગત કરાશે. ત્‍યાં જ કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવેલ છે. ડો. તોગડિયા સાંજે ૭ થી ૮.૩૦ વિજય પ્‍લોટ શેરી નં.ર૪માં મચ્‍છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિની વાડીમાં ગુર્જર સુતાર સમાજના આગેવાનો સાથે વિચારગોષ્‍ઠિ કરશે રાત્રિ રોકાણ રાજકોટ કરશે. કાલે સવારે માધાપર ચોકડી પાસે સંજય પંડયાના ઘરે અલ્‍પાહાર લઇ સુરેન્‍દ્રનગર જવા રવાના થશે.

(4:02 pm IST)