Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ ખોરાણાના અજય સોલંકીને પાસામાં ધકેલાયો: રાજકોટ ક્રાઇમ બ્રાચે વોરન્ટ બજવણી કરી

રાજકોટઃ દારૂના ગુનાઓમાં સામેલ રાજકોટના ખોરાણા ગામના અજય હંસરાજભાઇ સોલંકી (ઉ.વ.૨૫)ને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે પાસા તળે અમદાવાદ જેલ હવાલે કર્યો છે. 

પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-ર મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ ડી.વી. બસિયાની રાહબરીમાં આ કામગીરી ડી.સી.બી. પો.સ્ટે. પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી, પી.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર આર.વાય.રાવલ, ડી.સી.બી. પો.સ્ટે. પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જે.જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ નીમાવત, ચેતનસિંહ ચુડાસમા, પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર, પો.કોન્સ. મહેશભાઇ ચાવડા, શકિતસિંહ ગોહિલ, સ્નેહભાઇ ભાદરકા પી.સી.બી. શાખાના પો.હેઙ.કોન્સ. રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, પો.કોન્સ. રાહુલગીરી ગૌસ્વામીએ કરી છે.

(9:10 pm IST)