Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી બેભાન મળેલા વૃધ્ધનું મોત

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૫: સિવિલ હોસ્પિટલા માનસિક વિભાગના વોર્ડ પાસેથી અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધ રવિવારે બપોરે બેભાન મળતાં ૧૦૮ના ડો. નિલેષભાઇએ તેને મૃત જાહેર કરતાં પ્ર.નગરના એએસઆઇ કે. વી. માલવીયા અને રામજીભાઇ પટેલે એ.ડી. નોંધી કાર્યવાહી કરી છે. વૃધ્ધનું મોત બિમારીથી થયાનું જણાયું છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:10 pm IST)