Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ચાલુ વર્ષમાં ક્રાઇમ બ્રાંચે ટીમ વર્કથી દારૂના ૪૧ નોંધપાત્ર ગુનામાં રૂ. ૭૦ લાખ ૯૧ હજારનો ૧૭૭૫૬ બોટલ દારૂ-બીયર પકડ્યોઃ વાહનો મળી ૧ કરોડ ૫૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોઃ ડીસીપી મનોહરસિંહ જાડેજા

ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષમાં રાજકોટ શહેર પોલીસે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા અંતર્ગત ઝીરો ટોલરન્સની નીતિથી કામગીરી કરી છે. જે અન્વયે માત્ર ક્રાઇમ બ્રાંચે જ ટીમ વર્કથી વર્ષ ૨૦૨૧માં દારૂના ૪૧ કેસો શોધી દારૂ-બીયરની ૧૭૭૫૬ બોટલો રૂ. ૭૧,૯૧,૨૯૮ની કબ્જે કરી છે. તેમજ વાહનો મળી કુલ રૂ. ૧,૫૩,૦૭,૪૪૮નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત દારૂના ગુનામાં ભાગતા ફરતાં હોય તેવા ૯ ગુનેગારોને શોધી કાઢ્યા છે.

(12:22 pm IST)