Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

મોટી માટલીમાં ડી. જે. ઠુંગાની સેવાઓને યાદ કરી સેવાકાર્યો હાથ ધરાયા : શ્રધ્ધાસુમન અર્પણ

રાજકોટ : કાલાવડ તાલુકાના મોટી માટલી ગામે મોટી માટલી એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત હાઇસ્કુલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક શ્રી ડી. જે. ઠુંગાની પ મી વાર્ષિક પૂણ્યતીથી નિમિતે શ્રધ્ધાંજલી અર્થે વિવિધ સેવા કાર્યો હાથ ધરાયા હતા. કાલાવડ તાલુકાના પીયાવા ગામે શ્રી સનાતન સેવા આશ્રમ સંચાલિત વૃધ્ધાશ્રમના ૪૦ વડીલોને ભાવતા ભોજન કરાવવામાં આવેલ. તેમજ મોટી માટલી હાઇસ્કુલના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુ હતુ. ગામના નાના ભુલકાઓ માટે બટુક ભોજન રાખવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમોમાં ઠુંગા પરિવાર તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી પાગડા, અન્ય સભ્યો, શાળા પરિવાર, છાત્રાલય પરિવારે ઉપસ્થિત રહી પુષ્પાંજલી અર્પણ કરી હતી. હિરપરા કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી તારપરા જનમનભાઇ તેમજ ભરવાડ સમાજ કન્યા છાત્રાલય નાઘેડી (જામનગર) ના ટ્રસ્ટી વી. બી. વકાતર પણ ઉપસ્થિત રહેલ. શ્રી ડી. જે. ઠુંગાના પુત્રો વિજયભાઇ , નયનભાઇ અને રમેશભાઇના માર્ગદર્શન અહેઠળ આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

(3:09 pm IST)