Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

વોર્ડ નં. ૧રમાં યુવાનો 'આપ'માં જોડાયા

 રાજકોટઃ શહેર મહામંત્રી સંજયસિંહ વાઘેલા, સંગઠન મહામંત્રી રાહુલભાઇ ભુવાના પ્રયાસોથી વોર્ડ નંબર ૧ર ભાજપના કાર્યકરો ઉમેશભાઇ ઝાલાવાડીયા, અંકિતભાઇ સાકરીયા, પરાગભાઇ બાલધા, પ્રદિપભાઇ લકકડ, રાજેશભાઇ ડાંગરીયા સહિતના 'આપ'માં જોડાયા હતા. ગુજરાત આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ, શહેર અધ્યક્ષ શિવલાલ પટેલ, સંગઠન મહામંત્રી રાહુલભાઇ ભુવા, મહામંત્રી સંજયસિંહ વાઘેલા, સંગઠન સહ-મંત્રી એડ્. રમન બાબરીયા હાજર રહેલ હતા.

(3:10 pm IST)