Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

શહેરમાં ૧૩ હજાર વેકસીન ઉપલબ્ધ : ૭૬૦૦ કોવિશીલ્ડ અને ૪૦૦ કોવેકસીનનો ટાર્ગેટ

આજે ૨૩ કેન્દ્રોમાં રસીકરણ ચાલુ રખાયું: બપોર સુધીમાં ૪૩૩૭ નાગરીકોએ રસી લીધી

રાજકોટ,તા.૫: દેશમાં કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી વેકસીનનો પ્રરાંભ ૧૫ જાન્યુઆરીથી તબક્કા વાઇઝ શરૂ થયો હતો. શહેરમાં આજ દિન સુધીમાં કુલ ૬.૫૦ લાખથી વધુ લોકોને વેકસીન આપવામાં આવી છે. છેલ્લા સપ્તાહથી શહેરમાં જરૂર મુજબનો વેકસીનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે ત્યારે ગઇકાલે કોવિશીલ્ડનાં ૧૧,૨૨૦ તથા કોવેકસિનનાં ૨૧૦૦ ડોઝ આવ્યા હતા.તેની સામે આજે કોવિશીલ્ડનાં ૭૬૦૦ તથા કોવેકસીનનાં ૪૦૦ ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો.

અઠવાડિયાથી વેકિસનની અછત સર્જાતા છેલ્લા ત્રણ-ચાર દિવસથી રસીકરણ કેન્દ્રો પર ધમાલ - માથાકુટના દ્રશ્યો રોજિંદા બન્યા હતા. પરંતુ શહેરમાં છેલ્લા બે -ત્રણ દિવસથી ૨૩ સ્થળો પર વેકસિન આપવામાં આવી રહી છે. ગઇકાલ સાંજે આજ માટે કોવિશીલ્ડનાં ૧૧,૨૨૦  તથા  કોવેેકસીનનાં ૨૧૦૦ ડોઝ ફાળવવામાં આવ્યા હતા. જેમાં આજે ૭૬૦૦ કોવિશીલ્ડનાં તથા ૪૦૦ કોવેકિસનનાં ડોઝ આપવામાં આવ્યા હતા. બાકીનો જથ્થોનાં આવતીકાલે ઉપયોગ કરવામાં આવશે.  છેલ્લા ત્રણ - ચાર દિવસથી ૧૦ હજાર જેટલા ડોઝ રાજકોટને ફાાળવવામાં આવતા થોડી રાહત થવા પામી છે. વેકસીન સેન્ટર પર થોડી ઓછી લાઇનો જોવા મળી રહી છે.

બપોર સુધીમાં ૪૩૩૭ નાગરીકોએ રસી લીધી

શહેરમાં આજે બપોરે ૧ વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ થી ૪૪ વર્ષનાં કુલ ૧૬૦૫  અને ૪૫ વર્ષથી મોટી ઉંમરનાં કુલ ૨૭૩૨ સહિત કુલ ૪૩૩૭ નાગરિકોએ રસી લીધી હતી.

(3:11 pm IST)