Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના એકેય કેસ નહિ

હાલમાં ૮૨ દર્દીઓ સારવાર હેઠળ : શહેરના કુલ કેસનો આંક ૪૨,૭૩૮ થયોઃ આજ દિન સુધીમાં ૪૨,૧૮૯ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૭૧ ટકા થયો

રાજકોટ તા. ૫: આજે  શહેરમાં બપોર સુધીમાં શુન્ય કેસ નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કોઇ કેસ નોંધાયા નથી.

શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૩૮ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૨૩૬૫ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૮  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૩૪  ટકા થયો  હતો. જયારે ૭ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૨,૦૩,૩૭૭ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૩૮  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૫ ટકા થયો છે. જયારે રિકવરી રેટ ૯૮.૭૧ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૮૨ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:12 pm IST)