Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

વીરડા વાજડીમાં કોમલબેનને ફાંસો ખાઇ આપઘાત

પતિ પાણી પીવા ગયો ત્યારે પત્નિ લટકતી હાલતમાં જોવા મળી : કારણ જાણવા તપાસ

રાજકોટ તા. ૫ : વીરડા વાજડી ગામ વણકરવાસમાં રહેતી પરિણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. પતિ પાણી પીવા માટે જતા પત્નિને રૂમમાં લટકતી હાલતમાં જોતા દેકારો મચાવ્યો હતો અને તેણે ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી સારસભાઇ બરડેએ તપાસ કરતા પરિણીતાનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના એ.એસ.આઇ. અજયસિંહ ચુડાસમા તથા રાઇટર રાકેશભાઇએ તપાસ હાથ ધરી હતી.  મૃતક કોમલબેનના ૮ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે તે પતિ સાથે મેટોડા જીઆઇડીસીમાં અગરબત્તીના કારખાનામાં મજૂરી કામ કરતા હતા. તેણે કયાં કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(3:12 pm IST)