Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

બાપુનગરના આશિષ પર જંગલેશ્વરના અરબાઝની પાણાવાળીઃ ખૂનની ધમકી

કાકાની ઘરે ગાય દોહીને પાછો આવતો'તો ત્યારે ભવાની ચોકમાં બનાવ : સામુ કેમ જોયું, તારા ભાઇને મેં માર્યો'તો ખબર છે ને? તારી હવા કાઢી નાંખજે, સામો મળ્યો તો મારી નાંખીશ...કહી ભાગી ગયો

રાજકોટ તા. ૫: બાપુનગરમાં રહેતાં દૂધના ધંધાર્થી યુવાનને જંગલેશ્વર ભવાની ચોક પાસેથી નીકળતાં આ વિસ્તારના શખ્સે 'સામુ કેમ જોયું, તારા ભાઇને મેં માર્યો તો એ ખબર છે ને, હવે સામે મળ્યો તો મારી નાંખીશ' કહી ધમકી દઇ પથ્થરમારો કરી ઇજા કરતાં પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

આ અંગે પોલીસે જીલ્લા ગાર્ડન બાપુનગર મેઇન રોડ ઓલ્વીન ફર્નિચરની ઉપરના માળે રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં તેમજ ઘરે માલઢોર રાખી દૂધનો ધંધો કરતાં આશિષ વિક્રમભાઇ બોરીચા (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી જંગલેશ્વર અંકુર સોસાયટી-૮માં રહેતાં અરબાઝ રફિકભાઇ મેમણા સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

આશિષના કહેવા મુજબ તે રવિવારે સાંજે પોણા છએક વાગ્યે કેદારનાથ સોસાયટી પાસે કાકા અશ્વિનભાઇ બારીચાની ગાય દોહવા માટે પોતાનું બાઇક લઇને ત્યાં ગયો હતો. ગાય દોહીને પાછો ઘર તરફ આવતો હતો ત્યારે ભાવની ચોક થઇ દેવપરા રોડ પર ખ્વાજા એપાર્ટમેન્ટ નજીક પહોંચતા હોન્ડાની બ્રેક મારતાં ચપ્પલ તુટી જતાં ઉભો રહી ગયો હતો. આ વખતે ત્યાં પાણીપુરીની રેકડીએ અરબાઝ મેમણ ઉભો હોઇ તે દોડીને પાસે આવ્યો હતો અને ભુંડી ગાળો દેવા માંડ્યો હતો. તેમજ 'તારા ભાઇ ઘનશ્યામને મેં માર્યો હતો તને ખબર છે ને, હવે તને કાંઇ હવા હોય તો કાઢી નાંખજે' તેમ કહેતાં પોતાનો કંઇ વાક ન હોઇ પોતાને જવા દેવાનું કહેતાં તેણે 'સામુ કેમ જોયું' કહી છુટા પાણાના ઘા કરતાં લમણા પર લાગી જતાં ઢીમચું થઇ ગયું હતું. તેમજ પીઠના ભાગે મું઼ઢ ઇજા થઇ હતી.

લોકો ભેગા થઇ જતાં અરબાઝે ભાગતા ભાગતાં 'હું તારાથી બીતો નથી, હવે સામો મળ્યો તો મારી નાંખીશ' તેમવી ધમકી દીધી હતી અને ભાગી ગયો હતો. એ પછી પોતાનેઇજા થઇ હોઇ સારવાર માટે હોસ્પિટલે ગયો હતો. ત્યારબાદ ફરિયાદ નોંધાવી હતી. હેડકોન્સ. વી. એમ. બેરડીયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:13 pm IST)