Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

લાખાજીરાજ રોડ ઉપરની ભાડુતી મિલ્કતનો ભાડુત પાસેથી કબજો છોડાવવાનો દાવો રદ

રાજકોટ તા. ૩ : લાખાજીરાજ રોડ ઉપર આવેલ ભાડાવાળી મિલ્કતમાં ભાડુઆતનો કબજો ખાલી કરાવવા માટેનો દાવો કોર્ટે રદ કર્યો હતો.

રાજકોટમાં આવેલ મર્હુમ હપ્તુભાઇ કરીમભાઇ ધર્માદા ટ્રસ્ટની માલીકીની મિલ્કત લાખાજીરાજ રોડ ઉપર આવેલ પ્રહલાદ સિનેમાંની સામે અને નેશનલ રેસ્ટોરન્ટની બાજુમાં પ્રિન્સ નામની મિલ્કત આવેલ હોય જે મિલ્કતના ભાડુઆત તરીકે વિશ્ણુભાઇ અમરલાલ પારવાણી હોય જે ઘણા વર્ષોથી ભાડુઆત તરીકે મિલ્કતનો કબ્જો હોય અને તે લોકો પોતાનો વેપાર કરતા હોય. પરંતુ આ મિલ્કતના માલીકે કોર્ટમાં દાવો દાખલ કરેલ કે આ મિલ્કતના ભાડુઆત માલીકની પરમીશન વગર ભાડુઆત મિલ્કતમાં ઉપરના સીમેન્ટના પતરા કાઢી વધારાનું બાંધકામ સ્લેબ ભરી કરેલ છે. તે મિલ્કતમાં લાકડાના પાર્ટીશન કાઢી પાડુ ઇંટુ તથા રેતી સીમેન્ટની દિવાલો બનાવવાનું અને પ્લાસ્ટરનું કામ કરી રહ્યા છે. લાકડાનો દરવાજો કાઢી આગળની સાઇડમાં ઓટલા ઉપર વધારાની જગ્યામાં લોખંડની ફેબ્રીકેશન વાળી ગ્રીલ નાખેલ છે ફરતે દિવાસ ઉભી કરેલ છે. અને શટર નાખવાની કોશીશ કરી રહયા છે. આવા આક્ષેપો સાથે દાવો દાખલ કરેલ.

ભાડુઆતે કાયમી બાંધકામ ભાડુઆતી મિલ્કતમાં પરવાનગી વગર કરેલ છે. તેવા હેતુથી મિલ્કત ખાલી કરાવવા માટે દાવો દાખલ કરેલ. જેથી રાજકોટની કોર્ટ સમક્ષ વિશ્ણુભાઇ અમરલાલ પારવાણીએ પોતાનો બચાવ કરવા માટે જાણીતા એડવોકેટ દુર્ગેશ જી.ધનકાણીને રોકેલ હોય. જે દાવામાં માલીક અને ભાડુઆતી તરફે પોત પોતાની ફેવરના ઘણા ડોકયુમેન્ટો રજુ થયેલ અને કોર્ટની તમામ કાર્યવાહી પુર્ણ કર્યા બાદ દાવ અંતીમ દલીલ ઉપર આવેલ જે તબકકે બન્ને પક્ષકારના એડવોકેટએ પોતાની રજુઆતને દલીલો કરેલ આમ કોર્ટએ સંપૂર્ણ કેસના ૧૦૬ જેટલા આંકે પડેલ ડોકયુટમેન્ટ જોયેલ તે તમમ ડોકયુમેન્ટ અને વિશ્ણુભાઇ અમરલાલ પારવાણીના એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણીએ દલીલ સમયે રજુ રાખેલ ઉપરની અદાલતના જજમેન્ટો અને રજુઆતને ધ્યાને રાખીને મર્હુમ હપ્તુભાઇ કરીમભાઇ ધર્માદા ટ્રસ્ટએ મિલ્કતમાંથી ભાડુઆતને ખાલી કરવાનો જે દાવો કરેલ જે દાવો રાજકોટના સ્મોલ કોર્ટના એડીશ્નલ જજ શ્રી ચંદ્રકાંત નથુભાઇ દેસાઇએ રદ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં વિશ્ણુભાઇ અમરલાલ પારવાણી વતી એડવોકેટ તરીકે રાજકોટના ધારાશાસ્ત્રી એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણી, વીજય સીતાપરા, પ્રદીપ બોરીચા હીરેન લખતરીયા તથા વિવેક સોજીત્રા રોકાયેલા હતા.

(3:21 pm IST)