Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

મ્યુકરમાઇકોસીસ ઇંજેકશનના કાળા બજારના કેસમાં વધુ એક આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. પઃ મ્યુકરમાઇકોસીસ ઇન્જેકશનના કાળા બજાર કરનાર વધુ એક આરોપીની જામીન અરજીને સેસન્સ કોર્ટે રદ કરી હતી.

રાજકોટ પોલીસે મ્યુકરમાઇકોસીસ ઇન્જેકશનના કાળા બજાર કરનાર કુલ ૧૪ આરોપીઓને પકડી પાડેલ અને જેલ હવાલે કરેલ તે પૈકી જેલમાં રહેલ આરોપી મેહુલ ગોરધનભાઇ કંટેસીયા રહે. મીરાનગર રૈયા ચોકડી વાળાએ જામીન ઉપર છુટવા સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ.

સરકાર તરફે સરકારી વકીલ હાજર થઇ જામીન અરજીનો વિરોધ કરી રજુઆત કરેલ કે આરોપીઓએ જે ઇન્જેકશન રૂ. ૩પ૦/- માં મળતું હતું તે ઇન્જેકશન કાળા બજાર કરી ૪૦૦૦/- થી પ૦૦૦/- માં વેચેલ છે. આવા આરોપીઓને જામીન આપી શકાય નહીં તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી એચ. એમ. પવારે આરોપીની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:24 pm IST)