Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

એટ્રોસીટીના ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર કરતી સેસન્સ કોર્ટ

રાજકોટ તા. પઃ એટ્રોસીટીના ગુનામાં આરોપીને જામીન ઉપર મુકત કરતો સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટના 'બી', ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુના થી આઇપીસી કલમ ૩ર૩, પ૦૪ તથા જી.પી. એકટની લમ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧)(આર)(એસ), ૩(ર)(પ-એ) મુજબની ફરીયાદ મુકેશભાઇ પ્રવિણભાઇ બોસીયા એ લખાવેલ. જેમાં આરોપી (૧) ફારૂક ઉર્ફે કલુ યુસુફભાઇ કટારીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલી કે, આ કામના ફરીયાદી કડિયા કામની મજુરી કામ કરતા હોય, આ કામના આરોપીએ આ અગાઉ પોતાના ઘરના સમારકામ અર્થે કામ કરવા બોલાવતા, ફરીયાદી બીજા કામમાં વ્યસ્ત હોય જેથી ના પાડેલ હોય ઉપરોકત તારીખ સમય અને સ્થળે આરોપીએ ફરીવાર ફરીયાદી કે જે મકાનનું કામ હોય જયાં મજુરી કરતાં હોય તે જગ્યાએ જઇ ફરીયાદીને તું અત્યારે જ  મારી સાથે મારા મકાનનું કામકાજ કરવા ચાલ જે બાબતે ફરીયાદી એ કામ ચાલુ હોય નહીં આવી શકે તેમ જણાવતા ના પાડતા, એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ તારા બાપને પણ મારા ઘરે કામ કરવા આવવું પડે તેમ કહી જાતિ પ્રત્યે હડધુત કરીને ડાબા પગે આંગળીથી ઉપરના ભાગે લોખંડના પાઇ વતી ઘા મારી મુંઢ ઇજા કરી હથીયારબંધીનો ભંગ કરી ગુનો કર્યા બાબતની ફરીયાદ નોંધાવેલ.

આ ગુનામાં તપાસનીશ અધીકારીએ ઉપરોકત આરોપીની ધરપકડ કરેલી. જેલ હવાલે રહેલ આરોપીએ પોતાને જામીન ઉપર મુકત થવા માટે રાજકોટના જોઇન્ટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સમક્ષ જામીન અરજી ગુજારતા, કેસની હકીકત અને બચાવ પક્ષની રજુઆતોને ધ્યાનમાં લઇને નામદાર જોઇન્ટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી એચ. એમ. પવારે આરોપીને જામીન ઉપર છોડવાનો હુકમ કરેલો છે.

આ કામમાં અરજદાર/આરોપીના બચાવ પક્ષને રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી શ્રી ચીમનભાઇ ડી. સાંકળીયા, અતુલભાઇ એમ. બોરીચા, મનીષાબેન પોપટ, વિજયભાઇ સોંદરવા, પ્રકાશભાઇ એ. કેશુર, વિજયભાઇ ડી. બાવળીયા, અહેશાન એ. કલાડીયા, એન. સી. ઠકકર વગેરે રોકાયેલા હતા.

(3:24 pm IST)