Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

નંદન કુરિયર દ્વારા ૯ માં વર્ષમાં પ્રવેશ સાથે એસ.ટી. બસોમાં પાર્સલનો કોન્ટ્રાકટ હાંસલ

રાજકોટ તા. ૫ : ગુજરાત સ્થિત દેશની જાણીતી કુરીયર સર્વીસ કંપની શ્રી નંદન કુરીયર સર્વીસે તેની સફળતાના ૮ વર્ષ પૂર્ણ કરી ૯ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તે સાથે સફળતમ પગલુ કહી શકાય તે રીતે ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગ હેઠળ એસ.ટી. બસોમાં પાર્સલનો કોન્ટ્રાકટ મેળવેલ છે. કંપનીએ નિયમ મુજબની ટેન્ડરીંગ પ્રક્રિયા પસાર કરી આ કોન્ટ્રકટ મેળવવામાં સફળતા હાંસલ કરેલ. જેથી રાજયની ૮ હજારથી વધુ એસ.ટી. બસોમાં નંદન કુરીયરના પાર્સલો રવાન થશે. ૨૫૦ થી વધુ બસ ડેપો ખાતે પાર્સલ મુકાશે.

નિરંતર સેવાની પર્યાય શ્રી નંદન કુરીયર સર્વીસ કોરોનાના દોઢ વર્ષના કપરા કાળમાં પણ સમગ્ર દેશના ખુણે ખુણે સેવા આપવા તત્પર રહેલ. ૧૫ જુનના ૮ બ્રાંચ સાથે શરૂઆત કર્યા બાદ એક પછી એક સફળતા મેળવી હાલ દેશભરમાં ૭૫૦ થી વધુ બ્રાંચ સાથે ૭ વર્ષના ટુંકા ગાળામાં પ્રાઇવેટ લીમીટેડમાંથી લીમીટેડ કંપની બની ચુકી છે. વર્ષો વર્ષ ટર્નઓવરમાં વિસ્તરણ સાથે એમિનન્સ એવોર્ડ, સીએસઆર એકસલન્સ એવોર્ડ, ગુજરાત બ્રાંડ લીડરશીપ એવોર્ડ એમ અનેક એવોર્ડ પણ મેળવ્યા છે. એટલુ જ નહીં સૌથી મોટી પબ્લીક સેકટર ગણાતી સરકારી બેંક એસ.બી.આઇ. ના ગુજરાત ઝોનનું કુરીયર સર્વીસનું કામ પણ શ્રી નંદન કુરીયર સંભાળી રહી છે. ઉપરાંત આઇ.ડી.બી.આઇ. સહીતની જાણીતી બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓને પણ સર્વીસ પુરી પાડવામાં આવી રહી છે.

૯ માં વર્ષમાં મંગલ પ્રવેશના અવસરે કંપનીના ચેરમેને જણાવેલ કે અમારી આ સફળતાનો યશ અમે અમારા કર્મચારીઓને આપીએ છીએ. હજુ નેટવર્ક વધારવા સાથે ગ્રાહકોને વધુને વધુ સારી સુવિધા મળે તે અમારો લક્ષ્યાંક છે.

(3:25 pm IST)