Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા હોદ્દેદારોને બિરદાવતું શહેર કોંગ્રેસ

પ્રદેશ કોંગ્રેસ સોશ્યલ મીડિયા સેલની સામાન્ય સભાઃ વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ ઝોનની સામાન્ય સભા હોટેલ શિવશકિત, જામનગર રોડ ખાતે આ સભા મહેશભાઈ રાજપૂત ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત સ્ટેટ સોશિયલ મીડિયા કો-ઓડીનેટર ભાર્ગવ પઢીયારે સોશિયલ મીડિયા વિભાગના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ને નવી ટેકનોલોજી સાથે તાલ મિલાવી ડીજીટલ વોર અને વધુમાં વધુ કોંગ્રેસ પક્ષ ની વિચારધારાનો પ્રચાર પ્રસાર થાય તેની માહિતી આપેલ હતી.

તેમજ આગામી વિધાનસભા ચૂંટણી અંગે કામગીરીની વિસ્તૃત ચર્ચા તથા સૌરાષ્ટ્ર ઝોન હોદ્દેદારોને ઉત્કૃષ્ટ કામગીરી બદલ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતા.

આ સભામાં મુખ્ય મહેમાન તરીકે ડો.હેમાંગભાઈ વસાવડા (પ્રદેશ પુર્વ ઉપપ્રમુખ), ગાયત્રીબા વાઘેલા  (પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ), અશોકભાઈ ડાંગર (રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ), પ્રદીપભાઈ ત્રિવેદી (શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ), ભાનુબેન સોરાણી (રાજકોટ મહાનગરપાલિકા વિપક્ષ નેતા), સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન સોશિયલ મિડીયા ના હોદેદારો અમિતભાઈ રવાણી, શરદ મકવાણા, ગૌતમ વાળા, કુલદીપભાઈ ધાંધલ, રામદેવ ઓડેદરા, ઈલયાશ મલેક, વિક્રમભાઈ બોરીચા, ગૌતમ મોરડીયા જીગર રાવલ, જોગેશ ધેલાણી, જયદીપ શીલુ, વિજય દુધાત, આકાશ સૌલંકી, અજય ઝાલા, જીક્ષેશ વાગડીયા, નીશાંત પોરીયા, નુપેશ જોષી, એહમદ શેખ, સુભાષભાઈ, રીષી પંડ્યા,અર્શિત સૌમાણી, ભાવેશ લાડોલા, કીર્પાલ પટેલ, જયદીપ, રાજેશ, વિમલભાઈ, કુલદીપસિંહ,ભાગ્યશ્રીબેન, સુનીલભાઈ, દિનેશભાઈ, ગોપાલભાઈ, અશ્વિનભાઈ, પ્રવીણભાઈ, પીયુષ કીયાડા, ચિરાગ સોની, નિકેત, રાજ મકવાણા, પરેશભાઈ, સવજીભાઈ, ગૌરવ ચૌહાણ, એજાજભાઈ, આરીફભાઈ, મનિષભાઇ, કરનભાઈ દિલીપભાઈ, અનિલભાઈ, તથા સૌરાષ્ટ્ર ઝોન સોશિયલ મિડીયા ડીપાર્ટમેન્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(3:26 pm IST)