Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

અધિક કલેકટર પરિમલ પંડયાને કિસાન સંઘે ભવ્ય વિદાયમાન આપ્યું

રાજકોટ : રાજકોટના લોકપ્રિય અધિક કલેકટર શ્રી પરિમલ પંડયાની અમદાવાદ બદલી થતાં તેમને ભારતીય કિસાન સંઘે શણગારેલા ગાડામાં બેસાડી ભવ્ય વિદાયમાન આપ્યું હતું. ભારતીય કિસાન સંઘના રાજકોટના પ્રમુખ શ્રી દિલીપભાઇએ જણાવ્યું હતું કે, રાજકોટથી વિદાય લઇ રહેલા શ્રી પરિમલ પંડયાએ ખેડૂતોના કામ માટે હરહંમેશ સાથ આપી તેમનાથી થાય તેટલો પ્રયત્ન કરેલ છે, આથી આજે બપોરે ૧૨ાા વાગ્યે તેમનું સન્માન કરી શણગારેલ ગાડામાં ભવ્ય વિદાયમાન અપાયું હતું. તસ્વીરમાં શણગારેલા ગાડા ઉપર એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાને બસાડી ભવ્ય વિદાયમાન અપાયું હતું તે નજરે પડે છે. બીજી તસ્વીરમાં ગાડુ ખેંચતા કિસાન સંઘના દિલીપભાઇ અને અન્યો જણાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:26 pm IST)