Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખપદે લલિતભાઈ વાડોલીયાઃ નવી ટીમ જાહેર કરતા મિરાણી

રાજકોટ, તા. ૫ :. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક અખબારી યાદીમાં જણાવેલ છે કે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલજી અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જ વિનોદભાઈ ચાવડા, રાજકોટ મહાનગરના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર અને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ સાથે સંકલન અને વિચાર-વિમર્શ કરી રાજકોટ મહાનગર શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના હોદેદારોની વરણી જાહેર કરતા પ્રમુખ તરીકે લલીતભાઈ વાડોલીયાની નિમણૂંક થયેલ.

જ્યારે ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ સોલંકી, ચંદુભાઈ ગરનારા, કાનાભાઈ ખાણધર અને સંદીપભાઈ ડોડીયા તેમજ મહામંત્રી તરીકે જે.પી. ધામેચા અને રત્નાભાઈ રબારીની વરણી થયેલ.

મંત્રી તરીકે દીલીપભાઈ બોરીચા, ભરતભાઈ કુબાવત, ધર્મેશભાઈ ડોડીયા, અજયભાઈ જાદવ અને સંદીપભાઈ અંબાસણા તેમજ કોષાધ્યક્ષ નારણભાઈ બોળિયા અને કાર્યાલય મંત્રી તરીકે ધીરૂભાઈ વજકાણીની વરણી જાહેર કરાઈ હતી.

આ તકે શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના આ નવનિયુકત હોદેદારોને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીતભાઈ વાડોલીયા, મહામંત્રી જે.ટી. ધામેચા, રત્નાભાઈ રબારી સહિતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

(3:27 pm IST)