Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

રેલનગર વિસ્તારમાં થતુ ધાર્મિક બાંધકામ અટકાવો

હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેના દ્વારા કલેકટર-કમીશનરને આવેદન પાઠવાયું

રેલનગર વિસ્તારમાં થતા ધાર્મિક બાંધકામ સામે આજે હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેનાએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. પ :.. હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેનાએ કલેકટર-પોલીસ કમિશનરને  -મ્યુ કમીશનરને આવેદન પત્ર પાઠવી રેલનગર વિસ્તારમાં થઇ રહેલ ધાર્મિક બાંધકામ અટકાવવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, રેલનગર વિસ્તારમાં અન્ય કોઇ જ્ઞાતિ છે નહીં અને હિન્દુઓનો શાંત વિસ્તાર છે આ વિસ્તારમાં અમુક લોકો અવધ પાર્ક મેઇન રોડ ઉપર રાજકોટના રેવન્યુ સર્વે નં. પ૯૮ ના પ્લોટ નં. ૧/એ, ટી. પી. સ્કીમ નં. ર૩, એફ. પી. નં. ૧પ/ર ની જમીન ચો. મી. આ. ૧૩૬-૬૩ ઉપર રેસીડેન્સીયલ પ્લાન મંજૂર કરાવેલ છે. અને જે બાંધકામ પરવાનગી નં. ૦૦૪બી.પી. ર૧રર૦પર૪, તા. ર૭-૪-ર૦ર૧ ના રોજથી પ્લાન પાસ કરાવેલ છે. અને તેના ઉપર ધાર્મિક બાંધકામ બનાવવાની યોજના ઘડી કાઢેલ છે. આ થઇ રહેલ બાંધકામ અટકાવવા વિનંતી છે.

જયા બાંધકામ થઇ રહેલ છે. તેની બાજુમાં આશરે ચોરસ વાર ૬૦૦-૦૦ નો કોમન પ્લોટ હોય તેમાં પણ દબાણ થઇ રહેલ છે. હાલમાં જયાં બાંધકામ થઇ રહેલ છે. ત્યાં આ લોકો ટોળા વાળીને ઉભા રહેતા હોય છે તેમજ ત્યાંથી પસાર થતી બહેન-દિકરીઓની છેડતી કરતા હોય છે. થોડા સમય પહેલા પણ આ વિસ્તારમાં એક બહેનની ચીલઝડપ કરેલ હતી. તેમજ આજુબાજુમાં ઇંડાની રેકડીઓનું ધીરે ધીરે દબાણ થઇ રહેલ છે.

જો આ થઇ રહેલ બાંધકામ અટકાવવામાં આવે તો ભવિષ્યમાં હિન્દુ જ્ઞાતિના લોકો શાંત વિસ્તાર છોડીને જવા માડશે અને આ વિસ્તાર અશાંત વિસ્તારમાં પરિવર્તીત થઇ જશે. તેમજ આવાસ યોજનાની મુદત પણ પુરી થતી હોય તેમાં પણ અમૂક લોકો ઘુસી જશે અને સભ્ય સમાજના લોકો મજબુરીથી સસ્તી કિંમતમાં ફલેટનું વેચાણ કરી ને જતા રહેશે.

(3:30 pm IST)