Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ભાજપ દ્વારા કાલે યોગ ગુરૂઓનું સન્માન

રાજકોટ તા. પ :.. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે કોરોના જેવી મહામારીની સામે લડવા માટે યોગ ખરા અર્થમાં એક શસ્ત્ર બન્યુ છે ત્યારે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના સંકલ્પને સાકાર કરવા તેમજ તા. ર૧ જૂન યોગ દિવસ અંતર્ગત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલજીના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

શહેર ભાજપ દ્વારા શહેરનાં તમામ વોર્ડમાં ૩૬ સ્થાનો પર યોગનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જેમાં ખાસ કરી શહેરનાં જાણીતા યોગ ગુરૂઓએ ઉપસ્થિત રહી પોતાનો અમૂલ્ય સમય ભારતીય જનતા પાર્ટી આયોજીત આ યોગ કાર્યક્રમમાં આપવા બદલ શહેર ભાજપ દ્વારા આવતીકાલે સાંજે ૬ કલાકે કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે નિમંત્રીત કરવામાં આવેલ યોગ ગુરૂઓનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમની જવાબદારી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, અને કીરણબેન માકડીયાએ સંભાળી રહ્યા છે.

(3:31 pm IST)