Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

રાજકોટના ૧૪માં એડી. કલેકટર તરીકે ચાર્જ સંભાળતા કેતન ઠક્કર : કલેકટરની અધ્યક્ષતામાં ત્રીજા વેવની કામગીરી

૧૯૯૮ની બેચના આ GASને રાજકોટનો બહોળો અનુભવ : સુચારૂ વહિવટનો કોલ

રાજકોટના નવા ૧૪મા એડી. કલેકટર તરીકે આજે શ્રી કેતન ઠક્કરે ચાર્જ સંભાળી સ્ટાફને મળ્યા હતા. તેમણે ચાર્જમાં રહેલા એડી. કલેકટરશ્રી ધાંધલ પાસેથી ચાર્જ ગ્રહણ કર્યો હતો. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૫ : રાજકોટ કલેકટર કચેરી ખાતે આજે ૧૪માં નવા એડીશનલ કલેકટર તરીકે શ્રી કેતન ઠક્કરે સવારે ૧૦.૪૫ કલાકે ચાર્જ સંભાળી લીધો હતો. તેમણે ચાર્જમાં રહેલા એડી. કલેકટર (સિંચાઇ)ની ધાંધલ પાસેથી પોતાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો.

રાજકોટના લોકપ્રિય એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાની અમદાવાદ એડી. કલેકટર તરીકે બદલી થતાં તેમના સ્થાને અમદાવાદથી શ્રી કેતન ઠક્કરની નિમણુંક થઇ છે, શ્રી ઠક્કર આ પહેલા રાજકોટ કલેકટર કચેરીમાં જ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ૨ વર્ષ ૨૦૧૧-૧૨માં ફરજ બજાવી ચૂકયા છે, અને તેઓ રાજકોટના સ્ટાફ અને પ્રજાનો બહોળી અનુભવ ધરાવે છે.

૧૯૯૮ની બેંચના આ જીએએસ અધિકારીએ મોટેભાગે સૌરાષ્ટ્રમાં ફરજ બજાવી છે, સૌ પ્રથમ જૂનાગઢમાં ડે.કલેકટર તરીકે પોસ્ટીંગ રહ્યું ત્યાં ૪ વર્ષ ફરજ બજાવ્યા બાદ રાજકોટ - જામનગર - અમદાવાદમાં ફરજ બજાવી અને રાજકોટમાં મુકાયા છે.

આજે 'અકિલા' સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, કલેકટરશ્રીની અધ્યક્ષતામાં વેકસીનેશન, ત્રીજા વેવ સામે ઝડપી કામગીરી કરાશે, તેમણે સૂચારૂ વહિવટનો કોલ આપી લોકોના હીત જળવાય તે પ્રકારે કામગીરીની ખાત્રી આપી હતી.

(3:32 pm IST)