Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

સાહિત્ય સેતુના ૮ સર્જકોને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર

રાજકોટ તા. ૩ : ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિતા-વિવેચન લોક-સાહિત્ય, સંશોધન- અનુવાદ નિબંધ અને પ્રવાસ જીવન ચરિત્ર સહિતના વિવિધ વિભાગો માટે વર્ષ ર૦૧૮ ના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક વિજેતાઓના નામ જાહેર કરેલ છે તેમાં રાજકોટમાં ચાર વર્ષથી વધુ સમયથી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યક પ્રવૃતિઓ કરતી સંસ્થા સાહિત્ય સેતુ સાથે જોડાયેલા-શુભેચ્છકો એવા આઠ સર્જકોની પસંદગી થયેલ છે. ગીત, ગઝલકાર ડો.એસએસ.રાહી (ગુજરાતી ભાષાના પ૦ ગઝલ રત્નો), લોક સાહિત્યકાર નિલેશ પંડયા (ચાંદો ઉગ્યો ચોકમાં) અમરેલીના કવયીત્રી કાલીન્દી પરીખ (ચોર રસ્તાઓ અને બાલ સુલભ વાર્તાઓ) મોટી વેશનલ સ્પીકર શૈલેષ સગપરીયા (નોખી માટીના અનોખાો માણસ  પંકજસિંહ જાડેજા, જાણીતા કવયીત્રી લક્ષ્મી ડોબરીયા (છાપ મે છોડી) અમદાવાદ સ્થિત કવિ પ્રણય ત્રિવેદી (ચબરખી)  ભાવનગર યુનિવર્સિટીના અંગ્રેજી ભાષા ભવનના અધ્યક્ષ ડો. હરીશ મહુકવારકર  (લે, તું પણ જોને) ગીરીમા ધારેખાન(રમકડા પાર્ટી અને ટુકડો) ના પુસ્તકોને નવાજવામાં આવતા સાહિત્ય સેતુ પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે.

સંસ્થાના પ્રમુખ અરવિંદભાઇ દોમડીયા, સંયોજક મુકેશ દોશી, અનુપમ દોશી, જનાર્દન આચાર્ય, સુનિલ વોરા, સુધીર દતા, પ્રકાશ હાથી, નલિન તન્નાએ શુભકામનાઓ પાઠવી છે.

(3:34 pm IST)