Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

કાલથી અમદાવાદમાં 'અમદાવાદની ગુફા' ખાતે રાજકોટના કુ.જુહીબેન પલાણના 'ગુલમ્હોર' કલા પ્રદર્શનનો પ્રારંભ

પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવના વરદ્ હસ્તે કાલે સાંજે ૫ વાગ્યે ઉદ્ઘાટન

રાજકોટ,તા. ૫ : રાજકોટના નામી કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શ્રી જયંતભાઇ પલાણના પૌત્રી કું.જુહીબેન પલાણના સોલો કલા પ્રદર્શનનું આગામી તા. ૬ થી ૧૧ જુલાઇ ૨૦૨૧ના રોજ 'અમદાવાદની ગુફા' ખાતે આયોજન કરેલ છે. 'ગુલમોહર' નામના આ પ્રદર્શનનું ઉદ્ઘાટન આદરણીય પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવ સાહેબના વરદ હસ્તે થશે. આ પ્રદર્શનમાં modem mandalas તેમજ Indian tradition art એમ બે શૈલીમાં રજુ થશે. M.A. વિથ Engilsh literture ની ડિગ્રી ધરાવતા જુહીબેન કલા અને સાહિત્ય સાથે કંઇક વિશેષરૂપથી જોડાયેલા છે. જ્યાં એક બાજુ સાહિત્ય તરફથી રૂચિ તેમને દાદાશ્રી પલાણ સાહેબ તરફથી વારસામાં મળેલ છે. ત્યાં બીજી બાજુ ચિત્રકલાની તાલીમ તેઓએ રાજકોટના વરિષ્ઠ કલાકાર સ્વ.શ્રી બળવંતભાઇ જોશી પાસેથી મેળવેલ છે. પોતાના કલાગુરૂને આ સુંદર પ્રસંગે યાદ કરતા જુહીબેન બે પંકિતઓમાં તેમની લાગણી કંઇક આ પ્રકારે વ્યકત કરે છે : 'કલા અને કલાકારનો આ કેવો ન્યારો નાતો, કોણ કલા ને કોણ કલાકાર, ભેદ નથી સમજતો' આ પ્રદર્શન તા. ૬ થી ૧૧ સુધી સાંજે ૪ થી ૮ દરમ્યાન ખુલ્લુ રહેશે.

(4:05 pm IST)