Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

બહેનો-દિકરીઓ-વૃધ્ધોની સલામતી ધ્યાને રાખી ખાનગી મુસાફર બસોને રાત્રી કફર્યુમાંથી મુકિત આપો

રાજકોટઃ રાજકોટ ટ્રાવેલ્સ ડેઇલી સર્વિસ એસોસીએશન દ્વારા આજે પોલીસ કમિશ્નર સમક્ષ ખાનગી મુસાફર બસોને રાત્રી કફર્યુમાંથી મુકિત આપવા રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં જણાવાયું છે કે કોરોના કાળમાં લાદવામાં આવેલ રાત્રી કફર્યુની અવધી રાત્રે ૧૦ વાગ્યા સુધીની હોવાથી બહેનો-દિકરીઓ અને વૃધ્ધોને ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, ગોંડલ ચોકડીએ ઉતારવા પડે છે. શહેરમાં રાત્રે નો એન્ટ્રી હોવાથી અમારા ટ્રાવેલ્સનું પીકઅપ વાન પણ ચાલી શકતુ નથી. જેને લઇને બેન-દિકરીયુ અને વૃધ્ધોની સલામતીનો પ્રશ્ન ઉદભવી શકે છે. રાત્રી કફર્યુ દરમિયાન કાર, રિક્ષા સહીતના કોઇ ે પેસેન્જર વાહનો મળતા ન હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. પેસેન્જરોની સલામતી ખાતર ખાનગી બસોને રાત્રી કફર્યુમાંથી છુટછાટ આપવી જરૂરી અને હિતાવહ છે તેવી રજુઆત એસોસીએશનના પ્રમુખ દશરથભાઇ વાળા, ઉપપ્રમુખ હારૂનભાઇ મેતર, મંત્રી દિવ્યેશભાઇ ચોલારા, મહામંત્રી સિધ્ધરાજસિંહ ચૌહાણ અને ખજાનચી ભાવેશભાઇ કનેરીયા સહીતના સભ્યોએ કરી હતી.

(4:05 pm IST)