Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

નિર્મલા રોડ ફાયર સ્ટેશન-વોર્ડ નં. ૮માં નિર્માણ થઈ રહેલ કોમ્યુનીટી હોલનું કામ કયાં પહોંચ્યુ ? ઓચિંતુ ચેકીંગ

લાઈબ્રેરી સહિતના સ્થળોની મુલાકાતે મ્યુ. કમિશ્નર અમિત અરોરા

રાજકોટ, તા. ૫ :. મહાનગરપાલિકા દ્વારા શહેરના લોકોને આપવામાં રહેલી વિવિધ સુવિધાઓનું માળખું વધુ ને વધુ મજબુત બને ઉપરાંત શહેરમાં ભળેલા નવા વિસ્તારોમાં વસતા નાગરિકોને વધુ સુવિધાઓ મળે તે માટે આવશ્યકતા અનુસાર અલગઅલગ પ્રોજેકટ હાથ ધરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાન કમિશનર શ્રી અમિત અરોરાએ આજે  અધિકારીશ્રીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી આ નિર્મલા રોડ પર બની રહેલા નવા ફાયર સ્ટેશન સાઈટની મુલાકાત કરી હતી. આ ઉપરાંત પમિ ઝોનમાં સ્થિત શ્રી બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરીની તેમજ આ લાઈબ્રેરી સામેના રોડ પર વોર્ડ નંબર-૯માં પૂર્ણતાનાં આરે રહેલા નવા બની રહેલા  કોમ્યુનિટી હોલની પણ મુલાકાત કરી હતી. આશરે રૂ.૮.૫૧ કરોડના આ પ્રોજેકટમાં ગ્રાઉન્ડફલોર પર ર્પાકિંગ રહેશે. પ્રથમ માળ નોન એસી છે અને તેમાં ૧૫૨૮૦ ચો.ફૂટનો હોલ અને અન્ય સુવિધાઓ, જ્યારે બીજો માળ સેન્ટ્રલી એ.સી. છે અને ૧૫૨૮૦ ચો.ફૂટનો હોલ અને અન્ય સુવિધાઓ લોકોને મળશે.

મ્યુનિ. કમિશનરશ્રીએ નવા ફાયર સ્ટેશનની સાઈટ્સની વિઝિટ દરમ્યાન કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી અને હવે પછી થનારી બાકીની કામગીરીનો શેડ્યુલ પણ માંગ્યો હતો. ઉપરાંત આ કાર્ય ઝડપભેર પૂર્ણ કરવા સંબંધિતોને સૂચના આપી હતી. ૨૨૪૫ ચો.મી.ની જગ્યામાં આશરે રૂ. ૯.૫ કરોડના ખર્ચે ગ્રાઉન્ડ પ્લસ સાત માળની ઈમારત બનાવવામાં આવી રહી છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વાહનોના ર્પાકિંગ, ફાયર કંટ્રોલ રૂમ, તેમજ ઉપરના ફ્લોર પર ફાયર બ્રિગેડના સ્ટાફ માટેના કવાર્ટર (૩૨  ટુ બી.એચ.કે. ફ્લેટ) બની રહયા છે. મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, નાયબ મ્યુનિ. કમિશનર શ્રી ચેતન  નંદાણી, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, સીટી એન્જી.   કે.એસ. ગોહેલ, લાઈબ્રેરીયન  એન. એમ આરદેસણા, ડી. ઇ. ઇ.   નિકેશ મકવાણા વગેરે ઉપસ્થિત રહયા હતાં.

(4:06 pm IST)