Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

તા.૯-૧૦ના મટીરીયલ્સ નેનો વિજ્ઞાનના સંશોધકોની જ્ઞાનની પાઠશાળા

ગુજકોષ્ટ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે

રાજકોટ, તા. પ :  ફિઝીકસ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેના તેનો મટીરીયલ્સ, ફંકશન ઓકસાઇડ, કન્ડેન્સ મેટર ફીઝીકસના સંશોધન કાર્યથી વિશ્વભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અને ભારત સરકારશ્રીના વિજ્ઞાન અને ટેકનોલોજી, એટોમિક એનર્જી ભવન, યુજીસી જેવી રાષ્ટ્રીય સંશોધન સંસ્થા મારફત કરોડો રૂપિયાનું અનુદાન પણ મેળવેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજય સરકારશ્રીનાં ગુજકોસ્ટ ગાંધીનગરમાં સંયુકત ઉપક્રમે નૂતન પ્રયોગનાં ભાગરૂપે સંશોધકો મારફત સંશોધકોને જ્ઞાન અર્પતી પાઠશાલા વ્યાકૃતિનું આયોજન વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી રાષ્ટ્રીય કક્ષાએ તા. ૯ અને ૧૦ જુલાઇ ર૦ર૧ બે દિવસ માટે કરાયેલ છે. જેમાં દેશભરમાં જુદા જુદા રાજયોની વિશ્વવિદ્યાલયોના ૧૦૦૦ થી વધુ સંશોધકો જોડાવાના છે. વ્યાકૃતિ વેબીનારનાં આયોજકો યુવા સંશોધકો ચિંતન પંચાસર, કુ. ભારવી હીરપરા, હાર્દિક ગોહીલ અને વિશાલ વડગામા એ જણાવેલ કે બે દિવસીય પાઠશાલામાં વિવિધ આયામો ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવા સંશોધકો તેમના કૌશલ્ય તજજ્ઞતા દેશભરનાં સંશોધકો સાથે પ્રવાહિત કરશે. જેનાથી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર એક નવતર પ્રકારનું કોલોબ્રેશન રચાશે. જે ભવિષ્યનાં સંશોધનમાં ઉપયોગી થશે.

વ્યાકૃતિ પાઠશાળામાં બે દિવસ તા. ૯ જુલાઇનાં કુ. હિમાંશુ દહીજ, ''ક્ષ-કિરણોની તકનીક'' ઉપર ડો. કેવલ ગદાણી ''થીન ફિલ્મ ડિવાસીઝ'' વિષય પર ડો. વિપુલ શ્રીમાણી ''પૃથ્થકરણની ઇલેકટ્રીકલ તકલીક'' ઉપર ડો. કૃણાલસિંહ રાઠોડ ક્ષ-કિરણની સ્પેક્રોસ્કોપી વિષયક, ડો. ડેવિત ધ્રુવ, ઓપ્ટીકલ ટુલ્સ ફોર ફંડકશન ઓકસાઇડ મટીરીયલ્સ વિષય પર તથા તા. ૧૦ જુલાઇ શ્રી ભાર્ગવ રાજયગુરૂ દ્વારા ટ્રાન્સપોર્ટ પ્રોપર્ટીઝ વિશે, કું. ભાગ્યશ્રી ઉદ્દેશી મારફત મેગ્નેટીઝમ અને મેગ્નેટીક મટીરીયલ્સ ઉપર અને ડો. ડી. વેકટેસ મારફત સુપર કન્ડકટીવીટી વિષય ઉપર એકસપર્ટ ટોક આપવામાં આવનાર છે.

(4:07 pm IST)