Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

રાજકોટ જીલ્લા ભાજપાની પ્રથમ કારોબારી વર્ચ્યુઅલ બેઠક

ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની સુચનાથી રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ'ખાતે રાજકોટ જીલ્લાના સંગઠન પ્રભારીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં અને રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ જીલ્લાના નવનિયુકત સંગઠનની રચના થયા બાદ પ્રથમ કારોબારીની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, જીલ્લા સંગઠન પ્રભારીઓ મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રી રક્ષાબેન બોળીયા, કેબીનેટમંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા,  કુંવરજીભાઈ બાવળિયા, સાંસદઓ મોહનભાઈ કુંડારિયા, રમેશભાઈ ધડુક, ધારાસભ્યઓ ગીતાબા જે.જાડેજા,  લાખાભાઈ સાગઠીયા, જીલ્લા મહામંત્રીશ્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, પ્રદેશ કારોબારી સભ્ય જશુમતીબેન કોરાટ, જીલ્લા વિશેષ આમંત્રિત કારોબારી સભ્યશ્રી વલ્લભભાઈ કથીરિયા સહીતના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને દેશ અને રાજયમાં ચાલતી સાંપ્રત સમસ્યા, આ સમસ્યામાં કાર્યકર્તાઓએ પોતાના જાનની પરવા કર્યા વગર કરેલા સેવાકાર્યો તેમજ આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી. આ વર્ચ્યુઅલ કારોબારી બેઠકના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય બાદ વંદેમાતરમનું ગાન કરવામાં આવ્યું હતું.  વર્ચ્યુઅલ કારોબારી બેઠકમાં પ્રદેશકક્ષાના હોદેદારો, જીલ્લાના હોદેદારો, જીલ્લા ભાજપના કારોબારી, આમંત્રિત અને વિશેષ આમંત્રિત સભ્યો, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, જીલ્લાના વિવિધ સેલના કન્વીનર, સહ-કન્વીનરશ્રીઓ, મંડલના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓના ચૂંટાયેલા સદસ્યો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સહીતના મંડલના દરેક કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. પ્રચાર-પ્રસારની જીલ્લા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ, સહ-ઇન્ચાર્જ કિશોરભાઈ ડોડીયા તથા ઉદયભાઈ લાખાણીએ જવાબદારી સંભાળેલ હતી. જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણી દ્વારા બેઠકનું સંચાલન કરાયું હતું અને આ બેઠકમાં  શોક પ્રસ્તાવ મુકયો હતો અને કોરોનાના કાળમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ, રાષ્ટ્રીય કિશાન મોરચાના પ્રમુખ કુવરજીભાઈ જાદવ અને રાજકોટ જીલ્લા ભાજપ તથા મંડલના જે આગેવાનો તેમજ કોરોનાકાળમાં મૃત્યુ પામેલ તમામની આત્માની શાંતિ અર્થે બે મિનીટનું મૌન આપી શ્રધ્ધાંજલિ અર્પી હતી. આભારવિધિ જીલ્લા મહામંત્રી મનીષભાઈ ચાંગેલાએ કરી હતી તથા બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને આગામી કાર્યક્રમો અંગેની માહિતી પૂરી પડી હતી.  સમગ્ર બેઠકનું સંચાલન જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણી તથા બેઠકને સફળ બનાવવા માટે તથા વર્ચ્યુઅલ ડીજીટલી વ્યવસ્થા કાર્યાલય પ્રભારી અલ્પેશભાઈ અગ્રાવત, વિવેક સાતા, કિશોર ચાવડા, યશ વાળા, કમલ કોરિયાએ જહેમત ઉઠાવી હતી તેમ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરૂણ નિર્મળની યાદીમાં જણાવ્યું હતું.

(4:08 pm IST)