Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

વિદ્યાર્થીઓને રસી આપોઃ NSUI દ્વારા કમિશ્નરને રજૂઆત

રાજકોટઃ. આગામી ૮ જુલાઈથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૩૦ હજાર છાત્રો પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે તમામને રસી તુરંત આપવાની વ્યવસ્થા કરવા એનએસયુઆઈએ માંગણી કરી મ્યુનિસિપલ કમિશ્નરને વિસ્તૃત આવેદન પાઠવ્યુ છે. સરકાર અને વહીવટ તંત્ર સમય મર્યાદામાં વેકસીન લોકોને નહિ આપી શકે તો ત્રીજી લહેરની જવાબદારી પણ આ બેજવાબદાર અને વહીવટી અણઆવડત ધરાવતી આ સરકારમાં બેઠેલા લોકોની રહેશે. ઉપરોકત તમામ પરિસ્થિતિ ધ્યાને રાખી રાજકોટની અને સૌરાષ્ટ્રની પ્રજાને તાત્કાલીક વેકસીનના ડોઝ પુરા પાડવામાં આવે અન્યથા લોકઆંદોલન કરવાની ફરજ પડશે. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ઉપપ્રમુખ દર્શન શિયાળ, દિગ્પાલસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, દર્શ બગડા, દેવેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી માધવ આહિર, પાર્થ ગઢવી, મયુરસિંહ જાડેજા, રોહિત રાઠોડ, કર્મદિપસિંહ જાડેજા, બ્રીજરાજસિંહ રાણા, આર્યન કનેરીયા, કેવલ પાંભર, રવિરાજસિંહ જાડેજા, ધવલ રાઠોડ, ભાવેશ વાઘેલા, ભવ્ય પટેલ, મંત્રી વિશ્વજીતસિંહ જાડેજા, મીલન વિશપરા વગેરેએ જહેમત ઉઠાવેલ. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:08 pm IST)