Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

બેચરભા પરમાર ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે મેડીકલ સાધન સેવા કેન્દ્રનો પ્રારંભ

રાજકોટઃ સર્વ સમાજમાં લોકચાહના ધરાવનાર અને અનેક લોકોને ધંધા રોજગાર માટે સાથ પ્રેરણા આપનાર, ક્ષત્રીય રાજપુત કન્યા છાત્રાલય નારણકાના ટ્રસ્ટી તથા દાતા, બેડીપરા રાજપુત સમાજ આગેવાન કારડીયા રાજપુત સમાજ શ્રેષ્ઠી સ્વ.બેચરભા પાંચાભા પરમારના જન્મ દિવસ નિમીતે એમના પરીવાર સંચાલીત શ્રી બેચરભા પાંચાભા પરમાર તથા શ્રી વિજયાબા બેચરભા પરમાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ સમાજ માનવ સેવા માટે રાજકોટ ખાતે મેડીકલ સાધન સેવા કેન્દ્ર અતિથિ પાર્ટી પ્લોટ કે.કે.વી. ચોક પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ પર શ્રી અપુર્વ મુનિ સ્વામી તથા સામાજીક આગેવાનો તથા રાજકીય આગેવાનોના હસ્તે ખુલ્લુ મુકાયું હતું. આ મેડીકલ સાધન સેવા કેન્દ્ર પરથી દર્દીઓની સારવાર માટે પલંગ, એરબેડ, ઓકસીજન બોટલ, ઓકસીજન કીટ, વ્હીલચેર, વોકર, લેટ્રીન ચેર, લેટ્રીન સ્ટુલ, લેટ્રીન ટબ, યુરીન પોટ, વોકીંગ, સ્ટીક, ગરમ પાણીની થેલી, બરફની થેલી જેવા સાધનો વિનામુલ્યે ઉપયોગ કરવા મળશે. માનવસેવા અર્થે મેડીકલ સાધન સેવા કેન્દ્રના ઓપનીંગ કાર્યક્રમમાં સંતશ્રી અપુર્વમુની સ્વામી દ્વારા આર્શીવચન આપવામાં આવ્યા હતા. રાજકીય આગેવાન કમલેશભાઇ મીરાણી, રામભાઇ મોકરીયા, કિશોરભાઇ રાઠોડ, ગોવિંદભાઇ પટેલ, ઉદયભાઇ કાનગડ, પુષ્કરભાઇ પટેલ, નીતીનભાઇ ભુત, વિનુભાઇ ધવા, મહેશભાઇ રાઠોડ, વિક્રમભાઇ પુજારા, સુરેન્દ્રસિંહ વાળા, દેવાંગભાઇ માંકડ, અશ્વીનભાઇ પાંભર, રઘુભાઇ ધોળકીયા, તેજસભાઇ ત્રિવેદી, કાથડભાઇ ડાંગર,જીતુભાઇ સેલારા રસીલાબેન સાકરીયા, ડો.રાજેશ્રીબેન ડોડીયા,  તથા સામાજીક આગેવાનો અરવિંદસિંહ પરમાર, મહેશભાઇ રાજપુત, સામતસિંહ ડોડીયા, સમેશસિંહ ચૌહાણ, ધીરૂભા ડોડીયા, ધીરૂભાઇ રાઠોડ, રણજીતસિંહ દાહીમાં, બલદેવસિંહ સિંધવ, ઉદયસિંહ જાદવ, જયસુખસિંહ રાઠોડ, પ્રવિણસિંહ હેરમા, જસવંતસિંહ ડોડીયા, જયેશસિંહે  ડોડીયા, બીપીનસિંહ હેરમા, રાજેન્દ્રસિંહ ડોડીયા, સંદીપસિંહ ડોડીયા તથા પરમાર પરીવારના સભ્યો સ્વજનો અને રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના હોદેદારો ઉપસ્થિત રહયા હતા.

(4:09 pm IST)