Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પ્રતિમા સફાઈ ઝુંબેશ

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટીના પ્રેરણાસ્ત્રોત ડો. શ્યામાપ્રસાદ મુખરજી સ્મૃતિ દિન તેમજ તેમના જન્મ દિવસ અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડમાં શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શહેરમાં તમામ મહાનુભાવોની પ્રતિમાની આસપાસ સફાઈ ઝુંબેશ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ છે. શહેર ભાજપ ઉપપ્રમુખ અને શહેર અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, વજુભાઈ લુણસીયાની આગેવાનીમાં અનુ.જાતિ મોરચા દ્વારા શહેરમાં વિવિધ મહાનુભાવોની પ્રતિમા પાસે સફાઈ ઝુંબેશના કાર્યક્રમ યોજાય રહેલ છે. અનુ.જાતિ મોરચા દ્વારા ૮૦ ફૂટના રોડ પર આવેલ રવિશંકર મહારાજની પ્રતિમા, સોરઠીયાવાડી ચોક પાસે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા તેમજ આજીડેમ ખાતે આવેલ પંડીત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાની આસપાસ સફાઈ ઝુંબેશના કાર્યક્રમ યોજાયા હતા. જેમા ધનસુખ ભંડેરી, ગોવિંદભાઈ પટેલ, કમલેશ મીરાણી, કિશોર રાઠોડ, રાજુભાઈ અઘેરા, બાબુભાઈ ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી આ સફાઈ ઝૂંબેશ કાર્યક્રમને બીરદાવ્યો હતો. આ તકે ભારતીબેન મકવાણા, ગીતાબેન પારઘી, શામજીભાઈ ચાવડા, હાર્દિક ગોહીલ, રવિ ગોહેલ, ડી.બી. ખીમસુરીયા, મહેશ બથવાર, દિનેશ સોલંકી, જયસુખ બારોટ, ખીમજીભાઈ મકવાણા, જીજ્ઞેશ રત્નોત્તર અનીલ શ્રીમાળી, શૈલેષ રત્નોતર, બકુલ મકવાણા, રાણીબેન પરમાર, કિશોર વઘેરા, દેવેન વાઘેલા, મહેન્દ્ર અદવાણી, દિનેશ બારોટ, સંજય બગડા, નિતીન બારોટ, ઈશ્વર જીતીયા, ગીરીશ ખીમસુરીયા, ભનુભાઈ ખીમસુરીયા, દિપક મકવાણા, જીતેશ ધોળકીયા, ગીરધર રાઠોડ, રમેશ મકવાણા, નરેશ ચૌહાણ, જેન્તીભાઈ ધાંધલ, મહેશ બથવાર, મૌલિક પરમાર, સુનિલ સાગઠીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:11 pm IST)