Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂ.નો ઉછાળો

ગત સપ્તાહમાં કપાસીયા તેલમાં ૩૦ અને સીંગતેલમાં રપ રૂ. વધ્યા'તા...

રાજકોટ તા. પ :.. ખાદ્યતેલો તેજીના દોર વચ્ચે આજે નવા સપ્તાહના પ્રારંભે કપાસીયા તેલમાં ૧૦ રૂ.નો ઉછાળો થયો હતો.

સ્થાનીક બજારમાં હાજર માલની ખેંચના કારણે કપાસીયા તેલમાં ૧૦ રૂ. વધ્યા હતાં. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૩૩૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ૧૩૪૦ રૂ. થયા હતા જયારે કપાસીયા ટીનના ભાવ રર૬૦ રૂ. ની સપાટીએ ભાવ પહોંચ્યા હતાં. કપાસીયા તેલ સિવાય અન્ય ખાદ્યતેલોમાં બપોર સુધીમાં કોઇ વધ-ઘટ ન હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં કપાસીયા તેલમાં ડબ્બે ૩૦ રૂ. અને સીંગતેલમાં રપ રૂ.નો ભાવ વધારો થયો હતો.

(4:12 pm IST)