Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

સંગઠન સંરચના બાદ શહેર ભાજપ દ્વારા પ્રથમ વર્ચ્યુઅલ કારોબારી બેઠક : અપેક્ષિત શ્રેણીના ૪૦૦ થી વધુ આગેવાનો - કાર્યકરો જોડાયા

રાજકોટ : રાષ્ટ્રીય તેમજ પ્રાદેશીક કક્ષાએ પાર્ટીની વર્ચ્યુઅલ કારોબારી બેઠક સંપન્ન થયા બાદ રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટીની વર્ચ્યુઅલ કારોબારી બેઠક શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના અઘ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માઘ્યમથી યોજવામાં આવી હતી. શહેર ભાજપ કાર્યાલય ખાતેથી  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડની ઉપસ્થિતિમાં કાર્યાલય ખાતે આ વર્ચ્યુઅલ કારોબારી બેઠકમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,  ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રમેશભાઈ રૂપાપરા, મેયર ડો. પ્રદીપ ડવ,  મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળીયા, કશ્યપભાઈ શુકલ ઉપસ્થિત રહયા હતા. તેમજ મહાનગર પ્રભારી ઝવેરીભાઈ ઠકરારે પણ આ નવનિયુકત પ્રથમ કારોબારી બેઠકને વચ્યુઅલ માઘ્યમથી સંબોધન કરેલ. વર્ચ્યુઅલ કારોબારીનો દીપ પ્રાગટયથી પ્રારંભ કરવામા આવ્યા બાદ વંદેમાતરમ ગાન અતુલ પંડિતે કરાવેલ. નવનિયુકત કારોબારીની રચના થયા બાદ સૌપ્રથમ  વર્ચ્યુઅલ સ્વરૂપે યોજાયેલ કારોબારીમાં ૪૦૦ થી વધુ અપેક્ષીત શ્રેણીના આગેવાનો, વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓનું સ્વાગત કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીએ  કાર્યકર્તા આધારીત પાર્ટી છે, ભાજપના કાર્યકર્તાઓ માટે સફળતાનો અર્થ એટલે નવા સંકલ્પોની શરૂઆત. તા.ર૩ જુન – બલિદાન દિવસ થી તા. ૬ જુલાઈ– ડો.શ્યામાપ્રસાદ મુખરજી જન્મજયંતી દરમ્યાન શહેર ભાજપ ઘ્વારા યોજાયેલ અને યોજનારા વિવિધ સેવાકીય કાર્યક્રમોની માહિતી પુરી પાડેલ. આ તકે રાજકીય પ્રસ્તાવની માહિતી આપતા પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડે જણાવેલ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે કોરોના મહામારીમાં વિવિધ પ્રકાર અસાધારણ પડકારોનો સામનો કરી જે રીતે દેશનું યોગ્ય માર્ગદર્શન કર્યુ તે બદલ અભિનંદન પાઠવતા જણાવેલ કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારનો ગરીબ કલ્યાણ યોજના હેઠળ દેશના ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપવાનો નિર્ણય, દેશના તમામ નાગરીકોને મફત વેકસીન તેમજ કીસાન, મહીલા, દલીત,આદીવાસી, યુવાનો તથા દેશહીતના લીધેલા નિર્ણયો એ ભાજપ સરકારનો ભસૌનો સાથ સૌનો વિકાસભના મંત્રને ચરિતાર્થ કરે છે. તેમજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વમાં કોરોના મહામારીના પડકારો સામે ઉઠાવેલ આવશ્યક પગલા બદલ અભિનંદન પાઠવેલ. આ તકે કોવિડ–૧૯ અંગે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ઘ્વારા થયેલી કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપતા ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવેલ કે ગત વર્ષની કોરોનાનીસ પ્રથમ લહેરથી જ મોદીજીના નેતૃત્વમાં ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટમેન્ટનો સિઘ્ધાંત અપનાવાયો ત્યારે 'જાન હે તો જહાન હૈ'ના સૂત્ર સાથે દેશમાં લોકડાઉન લાદવાથી લઇને સફળતમ પગલાઓ ભરવામાં આવ્યા. આ તકે મહાનગરના પ્રભારી ઝવેરીભાઈ ઠકરારે જણાવેલ  કે કેન્દ્રની  ભાજપ સરકારના સુશાસનના સાત વર્ષ પુર્ણ થવાના અવસરે, તા.ર૩ જુન ડો.શ્યામાપ્રસાદ મુખરજી બલિદાન દિવસ અંતગર્ત ભારતીય જનતા પાર્ટી, મહાનગર ઘ્વારા વિવિધ સેવાકાર્યો યોજાયા હતા અને સેવા હી સંગઠનના મંત્રને સાકાર કરાયો હતો. કેન્દ્રની ભાજપ સરકાર તેમજ વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકારની વિવિધ લોકકલ્યાણકારી અને લોકહીતકારી યોજનાઓની માહિતી તથા વિવિધ સેવાકાર્યો, કોવિડ–૧૯ અંતર્ગત રસીકરણ અંગે લોકોમાં જાગૃતી લાવવા માટે  મંડલથી બુથ અને બુથ થી પેજસમિતિ સુધી લઈ જવા કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરૂ પાડેલ. વર્ચ્યુઅલ કારોબારી બેઠકમાં શહેર ભાજપના અપેક્ષીતો વર્ચ્યુઅલ માઘ્યમથી જોડાયા હતા. આ વર્ચ્યુઅલ કારોબારીમાં શોક પ્રસ્તાવ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારીએ, સંચાલન કિશોરભાઈ રાઠોડે કરેલ અને અંતમાં આભારવિધિ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુરે કરેલ હતી. આ વર્ચ્યુઅલ કારોબારી બેઠકને સફળ બનાવવા શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનીલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી અને રમેશભાઈ જોટાંગીયાએ જહેમત ઉઠાવી હતી. આઈ–ટી, સોશ્યલ મીડીયાની વ્યવસ્થા હાર્દીક બોરડ, મનોજ ગેરૈયા, નિખીલ રાઠોડ, શૈલેષ હાપલીયા, જય શાહે સંભાળી હતી.

(4:13 pm IST)