Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

સંતકબીર રોડ ઉપર આવેલ ભુદેશ્વર મહાદેવના મંદીરની સામે ભગીરથ સોસાયટી મેઇન રોડ પાસેથી ગાંજા સાથે મેંદરડાના હિતેશ વઘાસિયાને ઝડપી લેતી એસઓજી/પેરોલ ફરલો સ્ક્વોડ

પીઆઇ આર.વાય.રાવલ, પીએસઆઈ એમ.એસ.અન્સારી અને ટીમની કાર્યવાહી

રાજકોટ: રાજકોટ શહેર એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. એમ.એસ.અંસારી ટીમના પો.કોન્સ. મહમદઅઝરૂદીન બુખારી તથા પો.કોન્સ. પ્રદીપસીંહ ગોહીલ તથા પો.કોન્સ. સીરાજભાઇ ચાનીયાની સંયુક્ત ખાનગી બાતમી આધારે સંતકબીર રોડ ઉપર આવેલ ભુદેશ્વર મહાદેવના મંદીરની સામેની બાજુએ ભગીરથ સોસાયટી મેઇન રોડ પાસેથી હીતેષ મનસુખલલ વઘાસીયા (ઉ.વ-૩૧ રહે.મેંદરડા જી.જુનાગઢ વાળા)ને ગાંજાનો જથ્થો ૩૫૦ ગ્રામ કિ.રૂ.૩૫૦૦ તથા રોકડા રૂ.૨૦૦ સાથે પકડી આગળની તપાસ બી.ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે.આરોપીની ઘરપકડ અંગેની કાર્યવાહી કોવીડ ટેસ્ટ બાદ કરવામાં આવશે.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મિણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એ.સી.પી. ક્રાઇમ ડી.વી.બસીયાની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર આર.વાય.રાવલ સા. તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.એસ.અંસારી તથા એ.એસ.આઇ. ઝહીરભાઇ ખફીફ તથા પો.હેડ.કોન્સ. વીજેન્દ્રસિંહ ઝાલા પો.કોન્સ. અનીલસીંહ ગોહીલ તથા પો.કોન્સ સીરાજભાઇ ચાનીયા તથા પો.કોન્સ અઝરૂદિનભાઇ બુખારી તથા પો.કોન્સ પ્રદિપસિંહ ગોહિલ તથા પો.કોન્સ યોગેન્દ્રસિંહ ઝાલા તથા મહિલા પો.કોન્સ સોનાબેન મૂળીયા તથા શાંતુબેન મુળીયા દ્વારા આ કામગીરી કરવામા આવેલ છે.

(6:33 pm IST)