Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

યુનીવર્સીટી રોડ શુભધારા કોમ્પલેક્ષમાં આવેલ લકઝરીયસ સ્પાના ઓઠા હેઠળ ચાલતું કુટણખાનુ પકડી લેતી ગાંધીગ્રામ -૨ (યુનીવર્સીટી) પોલીસ સ્ટેશનની ટીમ: 2 પકડાયા, એકનું નામ ખુલ્યું

પીઆઇ વી.જે.ચાવડા, પીએસઆઇ એ.બી.જાડેજા અને ટીમની કામગીરી

રાજકોટ:  સ્પાની આડમાં ચાલતા કુટણખાના પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળી હોઇ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ડી -સ્ટાફ ટીમના પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા સહિતે યુનિવર્સિટી રોડ પર શુભધારા કોમ્પલેક્ષ મયુર ભજીયા ઉપર બીજા માળે આવેલ લકઝરીયસ સ્પામાં રેઇડ કરી સ્પાના આડમાં ચાલતુ કુટણખાનુ પકડી લીધું છે.

પોલીસે બે આરોપીઓ  નૈતીક રામજીભાઇ કાનકડ–પટેલ (ઉ.વ.૩૬ રહે, કૈલાસધારા પાર્ક શેરી નં.૧ પવન મકાન રાજકોટ) તથા વિનોદ રણછોડભાઇ ડઢાણીયા–પટેલ (ઉ.વ.૫૧ રહે, પુષ્કરધામ મેઇન રોડ આલાપ સેન્ચુરી બ્લોક નં.બી-૩ વિમલભાઇ પટેલના મકાનમાં)ને પકડી લીધા છે. ત્રીજા શખ્સ અશ્વિન કેશવજીભાઇ ચનીયારા રહે, વૃંદાવન આવાસ યોજના કવાર્ટર રાજકોટનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઈ છે. 

પોલીસે  અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ -૫ કિ.રૂ.૪૧,૫૦૦ તથા રોકડા રૂ.૨,૦૦૦/- એમ કુલ રૂ.૪૩,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સપેકટર એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા, એ.એસ.આઇ. બી.ડી.ચુડાસમા, પો.હેડ.કોન્સ. રાજેશભાઇ એન.મિયાત્રા, હરપાલસિંહ જે.જાડેજા, યુવરાજસિંહ આર.ઝાલા, પો.કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, રાવતભાઇ ડાંગર, બ્રિજરાજસિંહ ગોહીલ, બલભદ્રસિંહ જાડેજા, મહિલા પો.કોન્સ. મોનાબેન બુસા સાહિતે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ  તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ  તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ (ઝોન-૨)ની સુચના તથા  મદદનીશ પોલીસ કમિશ્નર પી.કે.દિયોરાની સુચના મુજબ કરવામાં આવી છે.

(6:45 pm IST)