Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

રાજકોટમાં સ્વચ્છતા રેન્કીંગનું આયોજન : પ્રથમ ત્રણ ક્રમાંક અપાશે

હોટલ, હોસ્પિટલ, સ્કુલ, સોસાયટીઓ, શેરી-મહોલ્લા અને માર્કેટ એસો.ને સ્વચ્છતાના પ્રમાણપત્રો અપાશે : રેન્કીંગમાં ભાગ લેવા ૧૫મી સુધીમાં ફોર્મ ભરી દેવા ઉદિત અગ્રવાલની અપીલ

રાજકોટ તા. ૫ : શહેરમાં વિવિધ સ્થળોને સ્વચ્છતા રેન્કીંગ આપવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરાયું છે.

આ અંગે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના તમામ હોટેલ સંચાલકો,તમામ હોસ્પિટલ, તમામ સ્કૂલ સંચાલકો, તમામ રેસિડન્સ વેલ્ફેર એસોસીએશન - મોહલ્લાના, પ્રમુખ માર્કેટ એસોસિએશન,તમામ સરકરી કચેરીને આથી જાણ કરવામાં આવે છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦ રેન્કિંગમાં ભારતભરમાં રાજકોટ છઠા (૬) નંબરે સ્વચ્છ શહેર જાહેર થયેલ છે. તથા ગાર્બેજ ફ્રી સીટી સ્ટાર રેટીંગ સ્ટેટ્સમાં ૫ સ્ટાર મળેલ છે અને રાજકોટ શહેર ODF ++ જાહેર થયેલ છે. જે અન્વયે આગામી સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧ ને ધ્યાને લઇને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વરછ હોટલ, સ્વચ્છ હોસ્પિટલ, સ્વચ્છ સ્કૂલ, સ્વચ્છ રેસિડન્સ વેલ્ફેર એસોસિએશન - મોહલ્લા, સ્વચ્છ સરકારી ઓફિસ તથા સ્વચ્છ માર્કેટ એસોસિએશન માટે સ્વચ્છતા રેન્કિંગનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્વચ્છતા રેન્કિંગમાં ભાગ લેનારને સ્વચ્છતાના જુદા જુદા પેરામીટર્સ જેમ કે ઈન્ફ્રાસ્ટ્રકચર, સર્વિસ મેન્ટેનન્સ અને લોકોના ફીડબેક ઉપર દરેક કેટેગરીમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવશે. આ સ્વચ્છતા રેન્કિંગમાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW. RMC.GOV.IN ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

સ્વચ્છતા રેન્કીંગના નિયમો

૧) આ સ્વચ્છતા રેન્કિંગ ઓકટોબર ૨૦૨૦ થી નવેમ્બર ૨૦૨૦ સુધી એક(૧) જ વખતની સ્પર્ધા રહેશે

૨) ભાગ લેનાર દરેક સંસ્થા WWW.SWCHHMANCH.IN પર પોતાની સંસ્થાના નામે ઇવેન્ટ બનાવવાની રહેશે તથા વધારેમાં વધારે લોકેને VOLUNTEER કરવાના રહેશે (જે એક માર્કિંગ સીસ્ટમનો ભાગ રહેશે)

૩) સ્વચ્છતા જાગૃતિ અંગેના બેનર તથા હોર્ડિંગ્સ લગાવવાના રહેશે તેમાં સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૧ નો લોગો ફરજીયાત લગાવવાનો રહેશે. (સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૧નો લોગો પ્રોગ્રામ ઈમ્પલીમેન્ટેશન યુનિટ (આઈ.ઈ.સી સેલ) પ્રથમ માળ રૂમ નં -૭, ઢેબર રોડ,સેન્ટ્રલ ઝોન, રાજકોટ મહાનગરપાલિકા ફોન ૨૨૨૮૧૭૭ પરથી મળી રહેશે અથવા ઈ મેલ આ.ડી IECCELLRMC@ GMAIL.COM દ્વારા સંપર્ક કરવો.)

૪) આ સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાનો આખરી નિર્ણય મ્યુનિસિપલ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનર હસ્તગત SWM કમિટીનો રહેશે.જે દરેક ભાગ લેનાર સંસ્થાઓને બંધનકર્તા રહેશે.

૫) ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી મુદત ૧૫/૧૦/૨૦૨૦ રહેશે.

(2:45 pm IST)