Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

રાજકોટમાં UPSC પરીક્ષામાં અડધોઅડધ ઉમેદવારો ઘરે હાજર : કોરોનાના ડરને કારણે પરીક્ષા ન આપી

કલેકટર કચેરીએથી આજે પેપરો દિલ્હી રવાના થશે : જડબેસલાક સુરક્ષા

રાજકોટ તા. ૫ : રાજકોટમાં ગઇકાલે IAS-IPS અધિકારી માટેની ૧૪ કેન્દ્રો ઉપર UPSCની પરીક્ષા લેવાઇ હતી. તમામ કેન્દ્રો ઉપર સઘન પોલીસ બંદોબસ્ત - કોરોના ટેસ્ટીંગ - કલેકટર કચેરીમાં સ્ટ્રોંગરૂમ - કન્ટ્રોલરૂમ સહિતની કાર્યવાહી વચ્ચે પરીક્ષા લેવાઇ હતી, જેમાં ૩૬૮૦ ઉમેદવારો નોંધાયા હતા. આ લેવાયેલ પરીક્ષામાં અડધોઅડધ ઉમેદવારોએ કોરોનાને ડરને કારણે પરીક્ષા આપી ન હતી, સત્તાવાર સાધનોએ ઉમેર્યા પ્રમાણે ૫૪ ટકાથી વધુ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. સવારના ભાગમાં ૩૬૯૭માંથી ૧૯૭૮ ઉમેદવારો તો બપોરના સેશનમાં ૩૬૮૭માંથી ૧૯૯૪ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા દરમિયાન કોઇ ઘટના બની ન હતી, કોઇ ઉમેદવારને કોરોનાના લક્ષણો જણાયા ન હતા.

દરમિયાન પરીક્ષા બાદ સાંજે કલેકટર કચેરી ખાતે સ્ટ્રોંગરૂમમાં પેપરો સીલ કરાયા હતા, જે આજે બપોર બાદ જડબેસલાક પોલીસ બંદોબસ્ત અને સીટી પ્રાંત-૧ની ઉપસ્થિતિમાં દિલ્હી રવાના કરાયા હતા.

(2:53 pm IST)