Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

આધુનિક રાજકોટના શિલ્પી અરવિંદભાઇ મણીઆરનો જન્મદિન : સાંજે ઓનલાઇન સૂરતરંગ

રાજકોટ, તા.પ : પ્રથમ ચૂંટાયેલા રાજકોટના મેયર, ધારાસભ્ય અને આધુનિક રાજકોટના એક શિલ્પી અરવિંદભાઇ મણીઆરનો આજે પ ઓકટોબર સોમવારના ૮૮મો જન્મદિવસ છે. તેમની સ્મૃતિમાં રચાયેલા શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગીત સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોવિડ-૧૯ને કારણે કાર્યક્રમ જાહેર સ્થળે નહીં યોજાય, પણ શ્રોતાઓ ઓનલાઇન 'સુરતરંગ' કાર્યક્રમ માણી શકશે. મુંબઇના જાણીતા કલાકારો સીરામ ઐયર, મોના કામત અને જયંત પીંગલેકર ઉપરોકત કાર્યક્રમમાં પોતાના કંઠની સુરાવલિ લહેરાવશે.

અરવિંદભાઇ સાથે કામ કરી ગયેલી પાંચ વ્યકિતઓનું દર વર્ષે આ કાર્યક્રમ અંતર્ગત શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવે  છે.  ચાલુ વર્ષે એલેકસ લુઇસ, શરદભાઇ વોરા, કરશનભાઇ વઘાસિયા, લીલાબા જાડેજા, અને સ્વ. સેવકરામ પંજવાણી(મરણોત્તર)નું સન્માન કરવામાં આવશે.

આજે તા. પના સોમવારે રાત્રે ૯ થી ૧૧ દરમ્યાન રજુ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમને કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળા અને રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી વીડીયોકોલના માધ્યમથી શુભેચ્છા પાઠવશે. કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટીઓ હંસિકાબેન મણીઆર, ડો. વલ્લભભાઇ કથીરીયા, જયોતિન્દ્ર મહેતા, કલ્પકભાઇ મણીઆર અને શિવુભાઇ દવે ઉપરાંત ટ્રસ્ટના જયંતભાઇ ધોળકીયા, નિલેશ શાહ, લક્ષ્મણભાઇ મકવાણા, જહાનવીબેન લાખાણી, હસુભાઇ ગણાત્રા, રાજુલભાઇ દવે, ગુણવંતભાઇ ભટ્ટ, રમેશભાઇ પરમાર, હર્ષદભાઇ પંડીત, ભુપેન્દ્રભાઇ શાહ, અશોકભાઇ પંડયા, ઇન્દ્રવદન રાજયગુરૂ, ભરતભાઇ અનડકટ, હરીશભાઇ શાહ, જગદીશભાઇ જોશી, કમલેશભાઇ મહેતા, પ્રભાતભાઇ ડાંગર અને સંજયભાઇ મોદી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:41 pm IST)