Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

યાજ્ઞીક રોડ પરથી કારમાં દારૂની ૨૪ બોટલ અને ૪૮ પાઉચ સાથે બુટલેગર ધીરૂ મેર પકડાયો

એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ વીરૂભા ઝાલા અને જગદીશભાઇ વાંકની બાતમી

રાજકોટ, તા.૫: યાજ્ઞીક રોડ પર હિરાપન્ના કોમ્પલેક્ષના પાર્કીગમાં એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એસેન્ટ કારમાંથી દારૂના જથ્થા સાથે  કોળી બુટલેગરને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશ્નર શ્રી ખુશરીદ એહમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા એસીપી, એસઆર ટંડેલની સૂચનાથી એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એમ.ભટ્ટ, એએસ આઇ ભરતસિંહ ગોહીલ, હેડ કોન્સ હારૂનભાઇ ચાનીયા, વીરેન્દ્રસિંહ ઝાલા, મૌલીકભાઇ સાવલીયા, જગદીશભાઇ વાંક, નરેશભાઇ ઝાલા અને મેરૂભા ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ વીરૂભા ઝાલા અને કોન્સ જગદીશભાઇ વાંકને મળેલી બાતમીના આધારે યાજ્ઞીક રોડ પર આવેલા હિરાપન્ના કોમ્પલેક્ષના પાર્કીગમાં એસેન્ટ કારમાંથી રૂ.૧૨૦૦૦ની કિંમતની દારૂની ૪૮ પાઉચ સાથે બુટલેગર ધીરૂ ગેલાભાઇ મેર (ઉ.વ.૪૭) (રહે.આજીડેમ પાસે માનસરોવર પાર્ક)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:42 pm IST)